Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
મંગળવારે સવારે ફરી એકવાર ડોમેસ્ટિક ટર્મિનલ પર ઈનલાઈન બેગેજ સિસ્ટમ ઠપ થઈ જતા લગેજ ફ્લાઈટમાં પહોંચ્યા ન હતા. જેના પગલે સવારના સમયે અમદાવાદથી લખનઉ, ચંડીગઢ, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ સહિત અન્ય શહેરોમાં જતી અનેક ફ્લાઈટો 30 મિનિટથી વધુ મોડી પડી હતી. ફ્લાઈટો મોડી પડતા એરલાઈન્સના અધિકારીઓએ રોષ વ્યક્ત કરતા છેવટે એરપોર્ટ મેનેજમેન્ટે મેન્યુઅલી બેગેજ ચેકિંગ સિસ્ટમ શરૂ કરી હતી.એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં પેસેન્જરોના બેગેજ મોકલવા માટે કામ કરતી કન્વેયર બેલ્ટ સહિત ઈનલાઈન બેગેજ સિસ્ટમ જૂની થઈ જતાં તાજેતરમાં અપગ્રેડ કરાયેલી સિસ્ટમ અમલમાં મુકાઈ હતી. પરંતુ મંગળવારે સવારે ફરી એકવાર સિસ્ટમ ઠપ થઈ જતા કન્વેયર બેલ્ટ પર અનેક પેસેન્જરોના લગેજ અટવાઈ ગયા હતા. બીજી બાજુ ફ્લાઈટો મોડી પડતા કેટલીક ફ્લાઈટોએ પેસેન્જરોના લગેજ વગર જ ટેકઓફ કરી હતી જેના પગલે આવી ફ્લાઈટના પેસેન્જરોના લગેજ પાછળથી મોકલવાની ફરજ પડી હતી.મોડી પડેલી ફ્લાઈટો