લોકો ભડક્યા: ‘5 વર્ષમાં ભૂષણભાઈ ક્યારે આવ્યા, વિકાસ તો બતાવો, નહિ તો જૂતાંનો હાર પહેરાવીશું’અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

લોકો ભડક્યા: ‘5 વર્ષમાં ભૂષણભાઈ ક્યારે આવ્યા, વિકાસ તો બતાવો, નહિ તો જૂતાંનો હાર પહેરાવીશું’અમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની જમાલપપુર-ખાડિયા બેઠક પરના ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવાનું કહેવાતાં જ એક મતદાન ભડકી ઊઠ્યો હતો. તેણે કહ્યું કે, પાંચ વર્ષ સુધી ક્યાં હતા? જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની પ્રચાર રેલી દરમિયાન સ્વાગત કરવા માટે તેમના ટેકેદારે એક મતદારને ફોન કર્યો હતો.ફોનમાં મતદારે ભડકી ઊઠી જવાબ આપ્યો હતો કે, પહેલાં વિકાસ બતાવો, નહિતર જૂતાંનો હાર પહેરાવીશું? મતદારે આ ફોનની એક ઓડિયો ક્લિપ પણ ફરતી કરી છે, જેમાં તે એવું સ્પષ્ટ કહે છે કે, આ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં ભૂષણભાઈ ક્યારેય આ‌વ્યા છે? તમે વિકાસનો હિસાબ આપો, નહીં તો અહીં વિરોધ થશે અને જૂતાંનો હાર પહેરાવાશે. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી ઓડિયો ક્લિપમાં ભૂષણ ભટ્ટના ટેકેદારે કહ્યું હતું કે, સવારે 9.30 વાગે તમારા વિસ્તારમાં પ્રશાંત, વસંત ચોક સુધી ભૂષણ ભટ્ટનો રાઉન્ડ છે, જેના જવાબમાં અશોક વાઘેલા નામની વ્યક્તિએ કહ્યું હતું કે, તમે ભૂષણ ભટ્ટને કહેજો કે, પાંચ વર્ષમાં તમે ક્યારેય આ વિસ્તારમાં મતદારોને પૂછવા માટે આવ્યા છો? આજે પાંચ વર્ષે અમે તમને યાદ આવ્યા? કઈ કઈ સુવિધા તમે આપી? તમે પહેલા સત્તામાં હતા ત્યારે પણ કોઈ કામ કર્યાં છે ખરાં? વિરોધ થશે જોરદાર, કારણકે પાંચ વર્ષે તમને મતદારો યાદ આવે છે. ભૂષણ ભટ્ટ 2012થી 2017 સુધી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, જેમાંથી ગત ચૂંટણીમાં તેમણે આ બેઠક ગુમાવી હતી.‘અહીંનાં મંદિરો માટે તમે કશું કર્યું નથી’સોશિયલ મીડિયા પર ફરતી ઓડિયો ક્લિપમાં મતદારે એવું પણ કહ્યું હતું કે, ‘અહીં પ્રાચીન મંદિરો છે. ચાર-પાંચ મંદિરો માટે તમે શું સુવિધા કરી, મંદિર પરિવારના પૂજારીઓ માટે શું આપ્યું? વિસ્તારમાં કયા વિકાસ કાર્યો કર્યાં, આ બધો હિસાબ આપો પછી આવજો.’

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER