દિવ્યાંગોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો અધિકાર નથી!: ગુજરાતમાં સામાન્ય સ્કૂલોમાં ધો.1થી અંગ્રેજી, પણ દિવ્યાંગોની 132 સ્કૂલ છતાં એકપણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 07:10 am

દિવ્યાંગોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો અધિકાર નથી!: ગુજરાતમાં સામાન્ય સ્કૂલોમાં ધો.1થી અંગ્રેજી, પણ દિવ્યાંગોની 132 સ્કૂલ છતાં એકપણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

દિવ્યાંગોને સામાન્ય નાગરિકની જેમ સમાનતાની વાત કરવામાં આવે છે. તેમજ આર્થિક સહાય માટે સંતસુરદાસ યોજનાથી લઈ દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહિતની યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ શિક્ષણ બાબતે દિવ્યાંગો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે તાજેતરમાં ધો.1થી અંગ્રેજી વિષય ભણાવવાની જાહેરાત કરી છે, પરંતુ દિવ્યાંગો માટે એકપણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી. શું દિવ્યાંગોને ઇંગ્લિશ ભણવાનો અધિકાર નથી?રાજ્યમાં દિવ્યાંગો માટે 132 ગ્રાન્ટેડ સ્કૂલ છે. પરંતુ તેમને ભણવું હોય તો ફરજિયાત ગુજરાતી માધ્યમમાં જ ભણવું પડે એટલે રાજ્યમાં દિવ્યાંગો માટે એક પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલ જ નથી.અનેક સ્કૂલો તો વર્ષો જૂનીરાજ્યમાં દિવ્યાંગો માટે 132 ગ્રાન્ટેડ સંસ્થાઓ છે. જેમાં દિવ્યાંગો અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલો સામાજિક સંસ્થા દ્વારા જ ચલાવવામાં આવે છે. દિવ્યાંગો માટે અનેક સરકારી યોજના છે. જેનો અમલ સમાજ કલ્યાણ અને સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. 132 સ્કૂલોમાં દિવ્યાંગો સામાન્ય બાળકની જેમ જ ભણે છે, જો કે તેમાની અનેક સ્કૂલો વર્ષો જૂની છે.દિવ્યાંગોની સ્કૂલો માટે સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવે છે જે બાદ સામાજિક સંસ્થાઓ અરજી કરે છે. ત્યાર બાદ સ્કૂલને મંજૂરી આપવામાં આવે છે. 21 પ્રકારના અલગ અલગ દિવ્યાંગો છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળક બ્રેઈલ લિપિના આધારે ભણે છે, બધીર બાળકો ઇશારાના આધારે ભણે છે. આ બાળકો માટે શિક્ષકોને પણ ખાસ તાલીમ આપવામાં આવી હોય છે.દિવ્યાંગ બાળકોને કોઈ વિકલ્પ નથી આપ્યોહાલ અનેક દિવ્યાંગ બાળકો ભણવામાં હોશિયાર હોય છે અને સામાન્ય બાળક કરતા પણ આગળ નીકળી જાય છે. પરંતુ આ બાળકો ઈચ્છે તો પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકતા નથી. આ બાળકોને કોઈ વિકલ્પ પણ આપવામાં આવ્યો નથી. દિવ્યાંગ બાળકોની તકલીફને ધ્યાનમાં રાખીને સહાનુભૂતિ જ આપવામાં આવે છે. પરંતુ તેમને સારી રીતે ભણીને આગળ વધવું હોય તો તે માટે સરકાર તરફથી સામાન્ય બાળકની જેમ ઈંગ્લિશ મીડિયમમાં ભણવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એક તરફ શિક્ષણમંત્રી એવું કહે છે કે રાજ્યની સ્કૂલોમાં હવે ધોરણ 1 થી ઈંગ્લીશ વિષય ફરજિયાત ભણાવવામાં આવશે જ્યારે દિવ્યાંગ બાળકો માટે કોઈ વિચાર જ કર્યો નથી.પ્રવાસી શિક્ષકોની 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છેઆ ઉપરાંત સામાન્ય સ્કૂલોમાં જેમ શિક્ષકોની ઘટ છે તે જ રીતે દિવ્યાંગ બાળકોની સ્કૂલોમાં પણ શિક્ષકોની ઘટ છે. છેલ્લા 5 વર્ષથી દિવ્યાંગ બાળકોની સ્કૂલ માટે કાયમી શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી નથી. પ્રવાસી શિક્ષકોની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. આ વર્ષનું શૈક્ષણિક સત્ર ચાલુ થયું છતાં અનેક સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે તે પુરતા પ્રવાસી શિક્ષકોની પણ ભરતી કરાઈ નથી. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડે છે. નાના બાળકોની સ્કૂલમાં વ્યાયામ કે ચિત્રના શિક્ષકોની મોટા સંખ્યામાં ઘટ છે, એટલે દિવ્યાંગ બાળક સાથે શિક્ષણમાં પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.સામાન્ય બાળકોની જેમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું પડ્યું: કલગી રાવલઆ અંગે કલગી રાવલ નામની યુવતીએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ હોવા છતાં સામાન્ય બાળકોની સાથે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું પડ્યું હતું. સ્કૂલમાં ઈંગ્લિશ મીડિયમનું મટિરિયલ ઓડિયો વર્ઝનમાં ના હોવાથી તકલીફ પડતી હતી છતાં હું ભણી હતી. પરીક્ષા સમયે પણ મુશ્કેલી થતી હતી. શરૂઆતમાં સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એટલો સપોર્ટ પણ નહોતા કરતા, અને મને ભણાવવા ટેવાયેલા પણ નહોતા, જેથી તેમના માટે એક ચેલેન્જ હતી. સરકારે દિવ્યાંગ માટે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરી હોત તો હું પણ એમાં ભણી હોત. દિવ્યાંગોને કોઈ સહાનુભૂતિ જરૂર નથી, પરંતુ અન્યની જેમ અધિકાર મળવા જોઈએ.જિલ્લા દીઠ દરેક માધ્યમની સ્કૂલ ખોલવી જોઈએઃ ભાસ્કર પટેલઆ અંગે સ્કૂલના સંચાલક ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે તમામ સ્કૂલો ગુજરાતી માધ્યમની છે. વિદ્યાર્થી અન્ય ભાષામાં ભણવા ઈચ્છે તો તેમની પાસે કોઈ વિકલ્પ છે નહીં. સરકારે તે અંગે વિચાર કરીને જિલ્લા દીઠ દરેક માધ્યમની સ્કૂલ ખોલવી જોઈએ, જેથી દિવ્યાંગ બાળકને અભ્યાસ માટે સારી તક મળે. દિવ્યાંગોને દયાની નહીં પરંતુ પ્રોત્સાહનની જરૂર છે.રાજ્ય સરકારે આ માટે રસ લેવો જોઈએ.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER