PM મોદીની સુરક્ષામાં ચૂક: વડાપ્રધાનની બાવળા સભામાં અજાણ્યું ડ્રોન દેખાતા પોલીસ તંત્રમાં દોડધામ, ત્રણ શખ્સોની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 12:10 am

PM મોદીની સુરક્ષામાં ચૂક: વડાપ્રધાનની બાવળા સભામાં અજાણ્યું ડ્રોન દેખાતા પોલીસ તંત્રમાં દોડધામ, ત્રણ શખ્સોની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી. જ્યારે બાવળામાં સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાવનાર ત્રણ શખ્સ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હોવાનું સામે આવ્યું હતું.વડાપ્રધાનની સભા નજીક ડ્રોન દેખાયુંવિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુરૂવારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. જેમાં એક બાવળામાં સભા હતી. પરંતુ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. જે બાદ અમદાવાદ ગ્રામ્યના એક પોલીસ કોન્સ્ટેબલ અનુપસિંહ ભરતસંગે સભા સ્થળ નજીક માઇક્રોડ્રોન ચલાવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ BDDS ટીમ દ્વારા ડ્રોનની ચકાસણી કરવામાં આવી હતી.ત્રણેય શખ્સોની કલમ 188 હેઠળ ધરપકડપોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રોન માત્ર શૂટિંગ માટે વાપરવામાં આવ્યું હતું અને તેમાં માત્ર ઓપરેટિંગ કેમેરો હતો. તેમાં કોઈ વિસ્ફોટક કે અને કોઈ હાનિકારક પદાર્થ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ત્રણેય શખ્સો પાસેથી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી ન હતી. તેમજ જ્યારે તેઓ ડ્રોન ઉડાવી રહ્યા હતા ત્યારે તેઓ સભાની ઘેરાવ દીવાલ બહાર હતા. પરંતુ વડાપ્રધાનની સભા સ્થળ નજીક ડ્રોન ઉડાવી રહ્યા હતા જેના કારણે ત્રણેય શખ્સની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમની FIR દાખલ કરવામાં આવી છે.પોલીસની સઘન પૂછપરછ અને તપાસપોલીસ પૂછપરછમાં ત્રણેય શખ્સોએ જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય ફોટોગ્રાફી માટે આવ્યા હતા અને તેઓ અજાણ હતા કે આ વિસ્તારમાં ડ્રોન પર પ્રતિબંધ છે. આ સાથે ત્રણેય શખ્સોનો કોઈ પોલીસ રેકોર્ડ અથવા ગુનાહિત ઇતિહાસ નથી. આ ઉપરાંત આ ત્રણેય શખ્સો કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠન સાથે જોડાયેલા ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટીએ ત્રણેય શખ્સોએ ડ્રોનનો ઉપયોગ કોઈ નુકસાન કરવા માટે કર્યો હોય તેવું સામે આવ્યું નથી, તેમ છતાં પોલીસે વડાપ્રધાનની સુરક્ષાને લઈને આ કેસમાં સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.'નો ડ્રોન ફ્લાઇંગ ઝોન' જાહેરઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની સભા નજીકના બે કિલોમીટરના વિસ્તારને નો ડ્રોન ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં વડાપ્રધાનની ચૂંટણી સંદર્ભે જાહેર સભા દરમિયાન સભા સ્થળ નજીક ત્રણેય શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો.ધરપકડ કરેલા આરોપીઓનિકુલ રમેશભાઈ પરમાર, ઉંમર-24, રહે- ઓઢવ, અમદાવાદ.રાકેશ કાળુભાઈ ભરવાડ, ઉંમર-35, રહે- ઓઢવ, અમદાવાદરાજેશકુમાર માંગીલાલ પ્રજાપતિ, ઉંમર-20, રહે- ઓઢવ, અમદાવાદ.મિલકત જપ્તડ્રોન નંબર-1

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER