પોલીસનો નવતર પ્રયોગ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન નશીલા પદાર્થનું સેવન કરીને આવનારને ડ્રગ્સ ડિવાઈસ કિટથી પકડી લેવાશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 07:01 pm

પોલીસનો નવતર પ્રયોગ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન નશીલા પદાર્થનું સેવન કરીને આવનારને ડ્રગ્સ ડિવાઈસ કિટથી પકડી લેવાશેઅમદાવાદકૉપી લિંકશેર

રથયાત્રા આવી રહી છે જેને લઈને પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવશે. રથયાત્રામાં નાર્કોટિક્સ ડ્રગ્સનું સેવન કરીને આવનારને ડ્રગ્સ ડિવાઈસ કિટ દ્વારા પકડી લેવામાં આવશે. SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કિટનો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.રથયાત્રામાં શાંતિ-સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટરથયાત્રા દરમિયાન શાંતિ-સલામતી જળવાઈ રહે અને કોઈ બનાવના બને તે માટે પોલીસ એલર્ટ જ છે, ત્યારે રથયાત્રામાં ડ્રગ્સ એડિક્ટ વ્યક્તિઓ નશો કરીને આવે તો તેમને પકડવા માટે ડ્રગ્સ કિટનો ઉપયોગ કરવામાં આવશે. આ કિટ દ્વારા તાત્કાલિક વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે. આ ડિવાઈસનું નામ મલ્ટી ડ્રગ મલ્ટી લાઇન ટ્વીસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડીવાઈસ છે. જે મલ્ટીપલ ડ્રગ્સનું ક્વોલિટેટિવ ડિટેક્શન કરે છે.કઈ રીતે થશે ડ્રગ કિટનો ઉપયોગ થશે?સેમ્પલ કલેક્ટરથી ડ્રગ્સ એડિક્ટના મોમાંથી સ્પન્જ મારફતે લાળ સાથેનું પ્રવાહી લઈ તેને ડીવાઈસના કલેક્શન ચેમ્બરમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ 9 મિનિટના સમયમાં તેનું રિઝલ્ટ આવે છે. પ્રવાહીમાં જો કોઈ ડ્રગ્સની હાજરી હોય તો તે ડીવાઈસ એન્ટીબોડી સાથે સંયોજિત થઈ અને આગળ ગતિ નહીં કરી શકે, જ્યારે અન્ય પ્રવાહી કેપિલરી એક્શનના સિદ્ધાંત મુજબ આગળ કરી અને લાઇન સ્વરૂપે ડીવાઈસ પર દ્રશ્યમાન થશે.અમદાવાદ SOG ક્રાઈમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તથા રથયાત્રાના રુટ પર આ ટેસ્ટ કિટની મદદથી પરીક્ષણ ચાલુ છે. આજ સુધી જમાલપુર, કાલુપુર, દરિયાપુર વગેરે જુદા જુદા વિસ્તારમાં 20 કીટનું પરીક્ષણ કરતા તેમાંથી 1 કીટનું પરિણામ પોઝિટિવ મળેલ છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER