ભગવાન જગદીશની નગરચર્યાની તૈયારી: રથયાત્રાના રૂટ પર રોડ બનાવવા સૂચના અપાઈ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓ સાથે બેઠક શરૂઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 12:01 pm

ભગવાન જગદીશની નગરચર્યાની તૈયારી: રથયાત્રાના રૂટ પર રોડ બનાવવા સૂચના અપાઈ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓ સાથે બેઠક શરૂઅમદાવાદકૉપી લિંકશેર

ભગવાન જગન્નાથની 145 ની રથયાત્રા અને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા દ્વારા રથયાત્રાના રૂટ ઉપર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચકલેશ્વર મહાદેવ પાસે એક રેલિંગ છે જેને દૂર કરવા માટે સૂચના અપાઈ હતી. આ ઉપરાંત શાહપુર પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પતરા દૂર કરવામાં આવ્યા છે. ત્યાં પાકો રોડ બનાવી દેવા માટે જણાવી દેવાયું છે. જેના કારણે રથયાત્રાના રૂટ દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન સર્જાય.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી હર્ષની અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ,બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠક પુરી થતા હર્ષ સંઘવી મંદિરથી સમગ્ર રુટ પર જઈને નિરીક્ષણ કરશે.તાજેતરમાં આંતકી હુમલાનું એલર્ટ છે ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ બનાવ ના બને તથા શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પુરી થાય તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર,ક્રાઈમ બ્રાન્ચના JCP, DCP તથા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે.AMCના કર્મચારીઓ અને પદાધિકારીઓએ સમીક્ષા કરીરથયાત્રાના રૂટ પર જ્યાં જ્યાં પણ રોડને લઈ અને હજી કેટલીક કામગીરી કરવાની જરૂર પડે તો રોડની કામગીરી કરવા માટે પણ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રથયાત્રા સુધી કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રૂટ પર રાઉન્ડ લેવામાં આવશે. આજે રથયાત્રાના રૂટ પર મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પક્ષના નેતા ભટ્ટ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, વિવિધ કમિટિના ચેરમેનો, મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.રથયાત્રાના રૂટ પર રખડતાં ઢોર જોવા નહીં મળેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રસ્તાનું પેચવર્ક, ડ્રેનેજ ડિસીલ્ટીગ, વરસાદ પડે તો તેની કામગીરી, ભયજનક મકાનો ઉતારી દેવા, રૂટ પર રખડતા પશુ અંગેની કામગીરી, કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર સ્ટેશન એલર્ટ રહેવા, રૂટ પર ભયજનક ઝાડ ટ્રીમીગ અને ઉતારી લેવા વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે હેરિટેજ સ્થાપત્યના ટેબ્લો પણ રથયાત્રામાં જોડાશે. રથયાત્રાના રૂટ પર આસ્ટોડિયા વિસ્તારમાં રંગાટી બજાર પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી. જેને તાત્કાલિક ધોરણે પૂરી કરી દેવામાં આવી છે અને ત્યાં એકદમ રોડ નવો બનાવી દેવામાં આવ્યો છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER