વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં: 2022માં 18 વર્ષ પૂર્ણ કરનાર 4.5 લાખ યુવા મત આપી શકશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:10 am

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં: 2022માં 18 વર્ષ પૂર્ણ કરનાર 4.5 લાખ યુવા મત આપી શકશેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાતમાં ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે. જેના ભાગરુપે મંગળવારે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતીએ તમામ 33 જિલ્લા કલેક્ટરો અને 182 વિધાનસભા રીટર્નિંગ ઓફિસરો સાથે મીટિંગ કરી હતી.આ મીટિંગમાં કલેક્ટરોને વોટિંગ રજીસ્ટ્રેશન પર વિશેષ ફોકસ સાથે વોટર ટર્નઆઉટ કેવી રીતે વધારી શકાય તેના પર ભાર મૂકવા માટે સૂચનાઓ અપાઇ હતી. વોટર્સનાં સીસ્ટમેટિક પાર્ટીસિપેશનને લઇને તૈયારીઓ માટે અમરેલી, છોટા ઉદેપુર અને વલસાડ જિલ્લાએ પોતાનાં પ્રેઝન્ટેશન પણ આ મીટિંગમાં આપ્યા હતાં.ચૂંટણી પંચે હાલમાં જ નવા વોટરનાં રજીસ્ટ્રેશન માટેની કટ ઓફ ડેટ વર્ષમાં એકનાં બદલે ચાર કરતાં વધુને વધુ યુવાનો આ ચૂંટણીમાં વોટ આપે તે માટેનાં પ્રયાસો કરવા માટે પણ સૂચનાઓ અપાઇ હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે 30 સપ્ટેમ્બર 2022 સુધી 18 વર્ષ પૂરા કરનારા તમામ યુવાનો વોટ આપી શકશે. આશરે 4.50 લાખ યુવાનો આ વખતે નવા વોટર તરીકે રજીસ્ટ્રેશન કરીને વોટ આપી શકશે.18થી29 વર્ષનાં યંગ વોટર્સ ઉપર ફોકસસિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમારો ફોકસ 18થી લઇને 29 વર્ષનાં યંગ વોટર્સ હશે. નવા વોટર માટેની કટ ઓફ ડેટ વર્ષમાં એકને બદલે ચાર વખત કરી દેતાં વધુને વધુ લોકો આ વર્ષે રજી. કરી શકશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER