રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 01-12-2022 | 06:10 am

રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર

ભાજપ અને કોંગ્રેસ સહિતની 7 મોટી રાષ્ટ્રીય પાર્ટીઓ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટ રાજ્ય સ્તરે રજૂ કરતા નહીં હોવાની ફરિયાદ થઈ છે. સામાજિક કાર્યકર્તા સંતોષસિંહ રાઠોડે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી છે, જેમાં તેમણે સાતથી વધુ રેફરન્સ ટાંકી રજૂઆત કરી કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા આવે તે માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે જેમાં તમામ રાજકીય પક્ષોએ દર વર્ષે ઓડિટ રિપોર્ટ રાજ્ય સ્તરે પણ નિભાવવાના હોય છે, પણ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રાજ્ય સ્તરે તેમના હિસાબો રજૂ કરતી નથી.કેન્દ્ર સ્તરે જે ઓડિટ રિપોર્ટ તૈયાર થતો હોય તેમાં આવક-જાવકનો એક માત્ર આંકડો આપી દેવામાં આવતો હોય છે. જેમાં કેન્દ્રની બેંકના જ હિસાબોનું ઓડિટ થાય છે. રાજ્ય ચૂંટણી આયોગે બંને પાર્ટીને 2012થી હિસાબો રજૂ કરવા નોટિસ આપી છે, પણ બંનેમાંથી એક પણ પાર્ટીએ આ નોટિસને ગણકારતી નથી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને નાણાની લેવડ-દેવડ કરવા માટે 50થી વધુ જિલ્લા સ્તરના બેંક એકાઉન્ટ છે. તે હિસાબોનું ઓડિટ નથી થઈ રહ્યું. ઉમેદવારોના ખાતામાં પણ આ બેંક એકાઉન્ટમાંથી ફંડ ટ્રાન્સફર અને પક્ષનો પ્રચાર ખર્ચ પણ તેમાંથી કરવામાં આવી રહ્યો છે.

Google Follow Image