રજૂઆત: સાણંદ પ્રાંત અધિકારીના મોત કેસના 30 કલાક બાદ પણ પોલીસને કડી મળી નહીંસાણંદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

રજૂઆત: સાણંદ પ્રાંત અધિકારીના મોત કેસના 30 કલાક બાદ પણ પોલીસને કડી મળી નહીંસાણંદકૉપી લિંકશેર

સાણંદના પ્રાંત અધિકારીના શંકા ઉપજાવે તેવા અપમૃત્યુ મામલે અર્બુદા સેનાએ આ અધિકારી કોઈ કાવતરાનો ભોગ બન્યા હોય તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરી છે ત્યારે બીજી તરફ સાણંદ પોલીસે આ અંગે કોઈ કડી નહિ મળી હોવાનું જણાવ્યું છે. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટમાં રહેતા સાણંદ પ્રાંત અધિકારી આર કે પટેલનું ફ્લેટના પાંચમા માળેથી નીચે પડવાથી અપમૃત્યુ થયું છે . ત્યારે સાણંદ પોલીસે પ્રાથમિક રીતે આ ઘટનાને અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક દ્રષ્ટિએ આર કે પટેલે પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાંનું સામે આવ્યું છે પરંતુ કેટલાક શંકા ઉપજાવે તેવા મુદ્દાઓને કારણે આ મોત રહસ્યમય હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આર કે પટેલ કોઈ સંજોગોમાં આપઘાત કરેજ નહિ તેઓની સાથે કાઇંક અજુગતું બન્યું છે. ઉત્તર ગુજરાતના સામાજિક સંગઠન અર્બુદા સેના દ્વારા પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે કે આર કે પટેલ ચોક્કસ કોઈ કાવતરાના ભોગ બન્યા છે.બીજી તરફ આ અંગે સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાદવે જણાવ્યું હતું કે તેઓના ફોનની તપાસ કે પેનડ્રાઈવમાંથી કાઈ શંકાસ્પદ મળી આવ્યું નથી અને ડ્રાઈવર સહીત સ્ટાફના સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ છે . અત્રે ઉલ્લેખનીય છે કે એફ એસ એલ સહિતની તપાસ શરૂ કરી દેવાઈ છે છતાં ઘટનાના 30 કલાક બાદ પણ પોલીસને કંઈ શંકાસ્પદ મળી આવ્યુ નથી. સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલ પાંચમા માળેથી નીચે પડતા મોત નીપજવાની ઘટનામાં પરિવાર દ્વારા સુસાઇડ અને ડિપ્રેશનની થીયરીને માનવા ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને શંકા પેદા કરતા મુદ્દા પણ ઉઠાવાઈ રહ્યા છે ચકચારી ઘટનાને પગલે પ્રાંત અધિકારીના વતન ઈડર તાલુકાના ચિત્રોડામાં સોંપો પડી ગયો છે.મૃતક રાજેન્દ્ર ભાઈના મોટાભાઈ હર્ષદભાઈ કે પટેલે જણાવ્યું કે મંગળવારે સવારે 6:13 કલાકે પરિવાર સાથે વાત કરી હતી ત્યારબાદ 9:07 કલાકે વીડિયો કોલિંગ કરી પરિવાર સાથે વાત કરી હતી અને બધું રૂટીન હતું તેમના ચહેરા પર પણ કોઈ જાતના અલગ ભાવ જોવા મળ્યા ન હતા 9:24 કલાકે તેમણે ડ્રાઇવરને ફોન કરી ઘેર બોલાવ્યો હતો અને 9:30 કલાકે ઘટના બન્યાનું જણાવાઈ રહ્યું છે ફ્લેટના સીસીટીવી કેમેરા પણ બંધ હતા ચોથા માળે તેમની આજુબાજુના ફ્લેટમાં રહેતા લોકો પણ સવારે નોકરી જતા રહેલા હતા.ઘેર આવ્યા ત્યારે મળસ્કે મામલતદારને ઉતારીને આવ્યા હતા તેમની સાથે વાતચીત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે કોઈપણ જાતના સ્ટ્રેસમાં હોય તેવું લાગ્યું ન હતું ચિત્રોડા ગામના હસમુખભાઈ પટેલે જણાવ્યું કે રાજેન્દ્ર કેશવ લાલ પટેલ સિદ્ધાંત વાદી અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા હતા તેમણે વડગામ થરાદ પાલનપુર અંબાજી ફરજ બજાવી હતી અને બે દિવસથી આ તમામ સ્થળેથી લોકો ચિત્રોડા આવી રહ્યા છે સુસાઈડની વાત માનવાને કોઈ કારણ નથી મૃતક રાજેન્દ્ર ભાઈના મોટાભાઈ હર્ષદભાઈ કે પટેલે જણાવ્યું કે મંગળવારે સવારે 6:13 કલાકે પરિવાર સાથે વાત કરી હતી ત્યારબાદ 9:07 કલાકે વીડિયો કોલિંગ કરી પરિવાર સાથે વાત કરી હતી અને બધું રૂટીન હતું તેમના ચહેરા પર પણ કોઈ જાતના અલગ ભાવ જોવા મળ્યા ન હતા 9:24 કલાકે તેમણે ડ્રાઇવરને ફોન કરી ઘેર બોલાવ્યો હતો અને 9:30 કલાકે ઘટના બન્યાનું જણાવાઈ રહ્યું છે

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER