ટ્રેન દોડાવવા રજૂઆત: ધંધુકા ધારાસભ્ય દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા રજૂઆત કરાઈબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 27-09-2022 | 05:01 am

ટ્રેન દોડાવવા રજૂઆત: ધંધુકા ધારાસભ્ય દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા રજૂઆત કરાઈબાવળાકૉપી લિંકશેર

ધંધુકા ધારાસભ્ય દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા રજૂઆત કરવામાં આવી હતી. ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્રારા બોટાદ, ગાંધીગ્રામ અને અમદાવાદ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા બાબબે પશ્વિમ રેલવે ભાવનગર ડીવીઝનના ડી.આર.એમ ને રજુઆત કરવામાં આવી હતી કે ઓગેસ્ટ-૨૦૨૨થી બોટાદ-ગાંધીગ્રામ-અમદાવાદ વચ્ચે પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી છે જેના માટે આભાર વ્યક્ત કરું છું.પેસેન્જર ટ્રેન દોડાવવા રજૂઆતપરંતુ હાલ બોટાદથી ગાંધીગ્રામ વચ્ચે સવારે એક બંને સાઈડ અને સાંજે એક બંને સાઈડથી ટ્રેન ચાલે છે. અત્યારે નવરાત્રીનો સમય છે અને દિવાળી પણ આવી રહી છે. જેથી ખરીદી માટે બોટાદ-ધંધુકા-ધોળકા થી અમદાવાદ જવા માટે લોકોની આવન-જાવન વધશે જેથી હાલ બપોરના સમયે એકપણ ટ્રેન નથી તો બોટાદ-ગાંધીગ્રામ-અમદાવાદ બંને સાઈડ માટે વધુ ટ્રેન ચાલુ કરવામાં આવે અને ગાંધીગ્રામ થી બોટાદ સાંજની ટ્રેન ખુબજ અનિયમિત ચાલે છે જે નિયમિત કરાવવા ઘટતું કરવા માટે ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.

Google Follow Image