ઢોર ત્રાસ નિવારણ: ઢોરનો ત્રાસ તો અંકુશમાં આવ્યો નહીં અંતે વિભાગના વડાને સસ્પેન્ડ કરાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

ઢોર ત્રાસ નિવારણ: ઢોરનો ત્રાસ તો અંકુશમાં આવ્યો નહીં અંતે વિભાગના વડાને સસ્પેન્ડ કરાયાઅમદાવાદકૉપી લિંકશેર

રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરીમાં ઢીલી નીતિ તેમજ અન્ય કેટલાંક કારણોને ધ્યાને રાખી શુક્રવારે મ્યુનિ.એ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ (સીએનસીડી)ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ નરેશ રાજપૂત અને ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ આ વિભાગનો હવાલ હાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીને તેમજ ઝૂ વિભાગના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ડો. દિવ્યેશકુમાર સોલંકીને સોંપવામાં આવ્યો છે.હાઇકોર્ટે કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યોરખડતાં ઢોર મામલે હાઇકોર્ટે અનેક વખત સરકાર તેમજ મ્યુનિ. કોર્પોરેશનની જાટકણી કાઢી છે અને કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ પૂરેપૂરો દૂર થયો નથી. અગાઉ હાઇકોર્ટે પણ તેના આદેશનું યોગ્ય રીતે પાલન થતું નહીં હોવાની ટકોર કરી હતી.79 ઢોર પકડી ડબે પૂર્યા હતાઆ તમામ બાબતોને ધ્યાને લઈ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ વિભાગના બે અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન શુક્રવારે મ્યુનિ.એ વધુ 79 ઢોર પકડી ડબે પૂર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 2323 પશુ પકડવામાં આવ્યા છે. શુક્રવારે મ્યુનિ.એ જાહેરમાં ઘાસચારો વેચતી રિક્ષાઓ પકડી 77 કિલો ઘાસચારો પણ જપ્ત કર્યો હતો.CNCDના વડા સામે અગાઉ પગલાં લેવાયાં હતાંસીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂત કારકિર્દીમાં બીજી વખત આકરાં પગલાંનો ભોગ બન્યા હોવાનું સૂત્રોનું કહેવું છે. અગાઉ તેઓ હાઇકોર્ટ સમક્ષ પણ રિટ કરી ચૂક્યા છે. જ્યારે લાંબા સમયથી ઢોર પકડવાની કામગીરીને ધ્યાને લેતાં તેમની સામે અસંતોષ વધી રહ્યો હતો. તેમજ સત્તાધારી પક્ષ ભાજપે કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER