Divya Bhaskar | 6 days ago | 06-08-2022 | 05:01 am
બોર્ડ દ્વારા મોકલાયેલું પ્રથમ પરીક્ષાનું પેપર લીક કરનારી ચાંદખેડાની દૂન બ્લોસમ સ્કૂલને રૂ. 1.50 લાખનો દંડ ફટકારાયો છે. બોર્ડના પરીક્ષાના સમયપત્રક પ્રમાણે નહીં, પરંતુ પોતાના સમયપત્રક પ્રમાણે સ્કૂલે પરીક્ષાનું આયોજન કર્યું હોવાથી ત્રણ પેપર પરીક્ષાના નિયત સમય પહેલાં સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.રાજ્યમાં પ્રથમ પરીક્ષાનું પેપર લીક કરવા માટે કોઈ સ્કૂલને દંડ ફટકારાયો હોવાની આ પ્રથમ ઘટના છે. ગયા વર્ષે ધો. 9થી 12માં પ્રથમ પરીક્ષાના પેપર બોર્ડ દ્વારા પહોંચાડવાનું નક્કી કરાયું હતું. આ પરીક્ષા બોર્ડે આપેલા સમયપત્રક મુજબ લેવાની હતી, પરંતુ આ સ્કૂલે વહેલા પરીક્ષા લઈ લેતા પેપર ફરતું થયું હતું.બોર્ડનો સ્કૂલોને કડક સંદેશમાત્ર વાર્ષિક પરીક્ષા નહીં, પણ દરેક પરીક્ષાના પ્રશ્નપત્રનું વિદ્યાર્થીઓ માટે મહત્ત્વ છે. બોર્ડે સ્કૂલને કરેલા દંડ સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્કૂલો બાળકોના પેપર સાથે કોઈ સમાધાન કરશે તો તેમની પર કડક કાર્યવાહી થશે જ. આથી આવનારા સમયમાં આંતરિક કસોટીના પ્રશ્નપત્રો માટે પણ સ્કૂલો કડક જ રહે.મૂલ્યાંકનનો હેતુ જાળવવો જરૂરીવિદ્યાર્થીના મૂલ્યાંકનનો હેતુ ફળીભૂત થાય, તેથી પ્રશ્નપત્રની ગોપનીયતા જરૂરી છે. તપાસ કરતા બહાર આવ્યું કે ચાંદખેડાની દૂન બ્લોસમ સ્કૂલમાંથી પેપર ફરતું થયું હતું. આથી દંડ કરાયો છે. - અવનિબા મોરી, સચિવ, શિક્ષણ બોર્ડ