પ્રચાર: શિપ, ફોન ચાર્જર, ગેસ સ્ટવ, બિસ્કિટ જેવા સિમ્બોલથી અપક્ષ પ્રચાર કરશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

પ્રચાર: શિપ, ફોન ચાર્જર, ગેસ સ્ટવ, બિસ્કિટ જેવા સિમ્બોલથી અપક્ષ પ્રચાર કરશેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીના ચૂંટણી પ્રતિકો જેવા કે કમળ, પંજો, ઝાડુ, હાથી મતદારોમાં જાણીતા છે પરંતુ અપક્ષ ઉમેદવારોની ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા હવે તેમને અલગ અલગ ચૂંટણી ચિન્હ્યોની ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદમાં કુલ 49 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થતાં અપક્ષ ઉમેદવારોએ શિપ, ફોન ચાર્જર, બિસ્કિટ, બાયનોક્યુલર, ગેસ સ્ટવ, બ્લેક બોર્ડ જેવાં ચૂંટણી સિમ્બોલની ફાળ‌ણી કર્યા બાદ તેમણે પોતાનો પ્રચાર શરૂ કર્યો છે.અપક્ષ ઉમેદવારો પોતાની રીતે ચૂંટણી સિમ્બોલ મેળવવા અરજી કરે છે. સ્થાનિક ચૂંટણી પંચ નીતિ-નિયમોને ધ્યાને રાખીને સિમ્બોલ ફાળવે છે. અપક્ષ ઉમેદવારો મોટાભાગે લોકોને સ્પર્શતા મુદ્દાના સિમ્બોલ મેળવવાનો આગ્રહ રાખે છે.બાપુનગરમાં સૌથી વધુ 16 અપક્ષ ઉમેદવારો છે. ઉપરોકત ચૂંટણી સિમ્બોલમાંથી મોટાભાગના સિમ્બોલ બાપુનગરના ઉમેદવારોને ફાળવ્યા છે. જમાલપુર-ખાડિયાની બેઠકમાં અપક્ષ ઉમેદવારોને કેમેરા, ટાયર્સ, અનાનસ અને કાતર જેવા સિમ્બોલ, અમરાઇવાડીમાં રબર સ્ટેમ્પ, ઘડો, બેટરી ટોર્ચ, પ્રેશર કૂકર, ડીઝલ પંપ, લુડો જેવા સિમ્બોલ, મણિનગરમાં કેલ્ક્યુલેટર, સાબરમતીમાં કીટલી, સ્ટેથોસ્કોપ, ખાટલો, શેરડી, માથે ડાંગર સાથે સ્ત્રી, અસારવામાં ચેઇન, ડાયમંડ, દસ્ક્રોઇમાં ચેસબોર્ડ, રોડ રોલર, નારિયેળીનું ખેતર, વિરમગામમાં સોફા, જહાજ, તડબૂચ, બેટ, સાણંદમાં સીસીટીવી કેમેરા, ડોલ, ટ્રક, વટવામાં વાંસળી, હોકી-દડો, પેટી, હેલિકોપ્ટર, એલિસબ્રિજમાં સિતાર અને ઠક્કરબાપાનગરમાં સિટી, માઇક, કાચનો પ્યાલો અને ટ્યુબલાઇટ જેવાં ચૂંટણી સિમ્બોલ અપક્ષ ઉમેદવારોને ફાળવ્યા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER