મિલકત જપ્ત: એક વર્ષમાં ગુજસીટોકના 7 આરોપીની રૂ.11.41 કરોડની મિલકત ટાંચમાં લેવાઈઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

મિલકત જપ્ત: એક વર્ષમાં ગુજસીટોકના 7 આરોપીની રૂ.11.41 કરોડની મિલકત ટાંચમાં લેવાઈઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં ગુજસીટોકના ગુના હેઠળ ઝડપાયેલા 7 આરોપીની મિલકત ટાંચમાં લેવા ગૃહવિભાગની મંજૂરીના પગલે પોલીસે કવાયત હાથ ધરી હતી, જેમાં 2022માં આશરે 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી.પોલીસવડા આશિષ ભાટીયાએ જણાવ્યાનુસાર, ચાર ગુનામાં વર્ષ 2022માં આશરે કુલ 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ છે, જેમાં સુરતના લાલુ જાલીમ ગેંગના સભ્ય અમિત ઉર્ફે લાલુની બે કાર મળી આશરે રૂ.33 લાખની મિલકત, જામનગરના જયેશ રાણપરિયા ગેંગના સભ્યો સુનિલ ગોકુલદાસ, રૂપલ લીમેશ પાબારી, યશપાલસિંહ જાડેજા તથા જશપાલસિંહ જાડેજાની જામનગર ખાતે આવેલા ચાર પ્લોટ મળી આશરે 4 કરોડ 26 લાખની કિંમતની મિલકત, રાજકોટ ગ્રામ્ય જિલ્લાની નિખિલ દોંગા ગેંગના સભ્ય પિયુષ કોટડિયાનો પ્લોટ, ફોર્ડ કાર, બુલેટ, તથા જેસીબી મળી કુલ 6 કરોડ 79 લાખની કિંમતની મિલકતો ટાંચમાં લેવાઈ હતી. અમદાવાદમાં અઝહર કીટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર ઉર્ફે કીટલીની 2.5 લાખની મિલકતનો સમાવેશ થાય છે.ઓર્ગેનાઇઝડ ક્રાઇમને રોકવા ડીજીપીની સૂચનારાજ્યમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમની બદીને નેસ્તનાબુદ કરવા માટે તેમ જ રાજ્યમાં ભય ફેલાવી ગંભીર ગુનાઓ આચરતી ગુનાહિત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતા ગુના પર હજુ નિયંત્રણ લાવવા માટે પ્રયાસો ચાલુ રાખવા ડીજીપી આશિષ ભાટીયાએ સુચના આપી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER