મિલકત જપ્તી: ગુજરાતમાં લોન ડિફોલ્ટરોની મિલકતોની જપ્તીમાં વેઇટિંગ!, રાજ્યમાં 7.68 લાખ કરોડની લોનમાં 42700 કરોડ NPAઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

મિલકત જપ્તી: ગુજરાતમાં લોન ડિફોલ્ટરોની મિલકતોની જપ્તીમાં વેઇટિંગ!, રાજ્યમાં 7.68 લાખ કરોડની લોનમાં 42700 કરોડ NPAઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ્સનો આંકડો 9.75 લાખ કરોડ થઇ ગયો છે. એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટરમાં 5723 કરોડનો વધારો થયો છે. હાલમાં બેન્કો દ્વારા અપાયેલી 7.68 લાખ કરોડની વિવિધ લોન ચાલી રહી છે. જેમાંથી 42700 કરોડ એટલે કે 5.55 ટકા NPA (નોન-પરફોમિંગ એસેટ્સ)છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની તાજેતરમાં મીટિંગમાં આ વિગતો બહાર આવી હતી.નોન પ્રાયોરિટી સેક્ટરમાં NPAનું પ્રમાણ વધારે છે. કમિટીએ બેન્કોને સૂચન પણ કર્યું હતું કે, એન.પી.એ.ના આંકડાઓ બાબતે સચોટ રહે જેથી સાચું ચિત્ર ખ્યાલ આવે. SLBCમાં ખાસ એ બાબત બહાર આવી હતી કે, SARFAESI એક્ટમાં વિવિધ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે વિવિધ બેન્કોની મળીને રૂ. 1885 કરોડને આવરી લેતી 3487 અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓમાં રૂ. 1535 કરોડની 2784 અરજીઓ બે મહિના કરતાં પણ વધારે સમયથી પેન્ડિંગ છે. રૂ. 978 કરોડના 944 કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ થયા બાદ પણ બેન્કોને પઝેશન આપવાનું બાકી છે.શું છે SARFAESI એક્ટ? SARFAESI એક્ટના સેક્શન 14 પ્રમાણે, ડીફોૅલ્ટરની પ્રોપર્ટી અટેચ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની સહાયની જરૂર પડે છે જેથી જલદી કાર્યવાહી થઇ શકે. SARFAESI એક્ટ (સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ)મુજબ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને છૂટ મળે છે કે તેઓ લોન ડીફૉલ્ટરની રહેણાંક કે કોમર્શિયલ મિલકત ટાંચમાં લઇ લોન રીકવર કરી શકે. અરજીઓ પેન્ડિંગ હોવાથી ડીફૉલ્ટર મિલકતોનો ચાર્જ લઇ શકાતો નથી. SLBC મીટિંગમાં નાણા વિભાગને વિનંતી પણ કરવામાં આવી હતી કે જિલ્લા કલેક્ટર્સને સૂચન કરાય કે 60 દવિસથી વધુ સમયથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવે અને જેમાં હુકમ થઇ થઇ ગયા છે ત્યાં પઝેશન બેન્કોને આપવામાં આવે.થઇ શકે. SARFAESI એક્ટ (સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ)મુજબ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને છૂટ મળે છે કે તેઓ લોન ડીફૉલ્ટરની રહેણાંક કે કોમર્શિયલ મિલકત ટાંચમાં લઇ લોન રીકવર કરી શકે. અરજીઓ પેન્ડિંગ હોવાથી ડીફૉલ્ટર મિલકતોનો ચાર્જ લઇ શકાતો નથી. SLBC મીટિંગમાં નાણા વિભાગને વિનંતી પણ કરવામાં આવી હતી કે જિલ્લા કલેક્ટર્સને સૂચન કરાય કે 60 દવિસથી વધુ સમયથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવે અને જેમાં હુકમ થઇ ગયા છે ત્યાં પઝેશન બેન્કોને આપવામાં આવે.કોલ સેન્ટરમાં એક કોલ પાછળ રૂ. 100નો ખર્ચકેન્દ્ર સરકારની સૂચનાથી SLBC દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના, સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ અને પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંગે લોકોને જાણકારી મળી રહે એ માટે કોલ સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં છેલ્લા 3 મહિનામાં 844 કોલ આવ્યો હતા જેની સામે રૂ. 43 હજારનો ખર્ચ થયો હતો. 43 હજારમાંથી 26 હજાર સ્ટાફ માટે જ્યારે 16 હજારનો ટેલિફોન ખર્ચ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કુલ મળીને 2406 કોલ આવ્યા હતા જેની પાછળ કુલ રૂ. 2.41 લાખનો ખર્ચ થયો હતો. સરેરાશ એક કોલ પાછળ SLBCને રૂ. 100નો ખર્ચ થાય છે.આ ચાર જિલ્લામાં કેસ પણ વધારે અને રકમ પણ​​​​​ કૃષિમાં 6841 કરોડ તો હાઉસિંગમાં 1856 કરોડ NPA

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER