વિરોધ: ઢોર મુદ્દે મ્યુનિ. બોર્ડમાં હંગામો, ગાયોના નામે મત લેનાર ભાજપ રક્ષા કરવામાં નિષ્ફળ: કોંગ્રેસઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

વિરોધ: ઢોર મુદ્દે મ્યુનિ. બોર્ડમાં હંગામો, ગાયોના નામે મત લેનાર ભાજપ રક્ષા કરવામાં નિષ્ફળ: કોંગ્રેસઅમદાવાદકૉપી લિંકશેર

શહેરમાં ગાયોને પકડ્યા બાદ તેની યોગ્ય દેખરેખ નહી રાખ‌વી, જાહેર રસ્તા પરથી ગાયો પકડવાને બદલે વાડામાં બાંધેલી ગાયો પકડવી તથા ઢોરવાડામાં ગાયોના મોતના મામલે મ્યુનિ. બોર્ડની બેઠકમાં ધમાલ મચી હતી. કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાય હોતો કે ગાયોના નામે મત લેનાર ભાજપ ગાયોની જ રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ સાથે કોંગ્રેસના સભ્યોએ પ્રતીકાત્મક ગાયની ભેટ આપવા મેયરના ડાયસ સુધી પહોંચી જતાં હોબાળો મચ્યો હતો.વિકાસ ગાંડો થયો હોવાનો પણ સૂત્રોચાર કરાયોભાજપ-કોંગ્રેસ બંને પક્ષે મહિલાઓ દ્વારા હાય હાયના સૂત્રોચ્ચારો કરતાં આખરે મેયર દ્વારા બોર્ડની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ સાથે 2017માં ફરી વિકાસ ગાંડો થયો હોવાનો પણ સૂત્રોચાર કરાયો હતો.મ્યુનિ. બોર્ડની બેઠકમાં નીરવ બક્ષીએ રજૂઆત કરી હતી કે, શહેરમાં એક થી દોઢ કિમીનો એક પણ રસ્તો એવો નથી જે તૂટેલો ન હોય. સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ બિસમાર બની જાય છે. હલકી ગુણવત્તાને કારણે માત્ર રોડ પર થીગડા મારવામાં જ કરોડોનો ખર્ચ થઇ રહ્યો છે.રસ્તાઓ હજુ સુધર્યા નથીનવરાત્રીના બે દિવસ બાકી છે ત્યારે પણ રસ્તાઓ હજુ સુધર્યા નથી. એક તરફ નાગરિકોની સારવાર માટે આપણે કરોડોના ખર્ચે એસવીપી હોસ્પિટલ બનાવી છે. જોકે યોગ્ય સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા દર્દીઓની તપાસ યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી નથી. આયુષ્માન કાર્ડનો પણ યોગ્ય લાભ આપવામાં તંત્ર ઠાગાઠૈયા કરે છે. બીજી તરફ 1500 બેડની હોસ્પિટલમાં સરેરાશ 200 દર્દીઓ જ દાખલ હોય છે.વિકાસના નામે ખાડા ખોદાયકોર્પોરેટર નિકુલ તોમરે રજૂઆત કરી હતીકે, જો આપણે શહેરમાં પીવાલાયક પાણી આપી ન શકતાં હોઇએ તો આપણને મ્યુનિ. તંત્ર ચલાવવાનો અધિકાર નથી. ભાજપ નામનું વોશિંગ મશીન કોંગ્રેસના ગમે તેવા ડાઘાવાળા નેતાઓને પોતાની સાથે જોડી દે છે અને તેઓની છબી સ્વચ્છ બની જાય છે? કોર્પોરેટર સમીરા શેખે જણાવ્યું હતુંકે, બોપલમાં સફાઇ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપવાસ પર ઉતરવાની ધમકી આપે, કેન્દ્રીય ગૃહમંત્રીએ તે માટે ફોન કરવો પડે અને તેમ છતાં સફાઇ ન થાય તો આથી વધુ શરમજનક શું કહેવાય? ઇકબાલ શેખે રજૂઆત કરી હતી કે, વિકાસના નામે ખાડા ખોદાય છે, સમયસર કામો થતાં નથી.વિવિધ પ્રશ્નો બાબતે કોંગ્રેસ મહિલા કોર્પોરેટરોનો છાજિયા લઈ વિરોધમ્યુનિ. બોર્ડ બેઠકમાં કોંગ્રેસ તરફથી વિવિધ મુદ્દે વિરોધ રજૂ કર્યો અને મેયરને પ્રતીકાત્મક ગાયની ભેટ આપવા જતાં હોબાળો મચ્યો હતો. આ પછી કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ બેઠકમાં છાજિયા લઈને મ્યુનિ.ની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.બહેરામપુરાના ઢોરવાડામાં 35 ગાયોના મોતઆ બાબતે કમળાબેને જણાવાયું હતું કે, તેમને માલધારી સમાજના લોકોએ જાણ કરી હતી કે, બહેરામપુરા ઢોરવાડામાં 35 ગાયોના મોત થયા છે, આ બાબતે તંત્ર કઇ જાણ કરતું નથી તેથી તમે આ બાબતે તપાસ કરી આપો. જે બાદ તેઓ અન્ય એક કોર્પોરેટર ઇકબાલ શેખને લઇને બહેરામપુરા ઢોરવાડા ખાતે ગયા હતા, જ્યાં તેમણે કોર્પોરેટર તરીકે પોતાની ઓળખ આપી તેમને તપાસ માટે અંદર જવા દેવા માટે જણાવ્યું હતું, જ્યાં અધિકારી 35 ગાયો મૃત્યુ પામી હોય તેવી કોઈ ઘટના નહીં હોવાનું જણાવ્યું હતું. આ સાથે અધિકારીએ કહ્યું કે ઢોરવાડામાં રોજના 8 થી 10 ઢોર મરતા હોવાનું સામાન્ય છે, જોકે કોર્પોરેટરોએ ઢોરવાડામાં અંદર કોર્પોરેટરને જવા દીધા ન હતા. જેથી તેમણે વિજિલન્સ તપાસની માગ કરી છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER