જાહેર સભા: ભાજપે મંદિરોનો, કોંગ્રેસે વોટબેંકનો વિકાસ કર્યો : શાહઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

જાહેર સભા: ભાજપે મંદિરોનો, કોંગ્રેસે વોટબેંકનો વિકાસ કર્યો : શાહઅમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી ધંૂઆધાર પ્રચાર શરૂ કર્યો છે. જો કે, પ્રચારમાં પણ ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણો સચવાઈ રહે તેવો વ્યૂહ અપનાવ્યો હતો.મણિનગરના દક્ષિણી વિસ્તારમાં મહારાષ્ટ્રીયનની વધુ વસતી હોવાથી અહીં જાહેરસભાને સંબોધવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઉતારવામાં આવ્યા હતા.જ્યારે નિકોલમાં પાટીદારો અને મૂળ સૌરાષ્ટ્રના લોકોની વસતીનું પ્રમાણ વધારે હોવાથી અહીં જાહેર સભાને સંબોધવાની જવાબદારી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને જ્યારે કૃષ્ણનગરમાં પણ આવું જ્ઞાતિનું સમીકરણ હોવાથી અન્ય કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા હતા.કટ્ટર હિન્દુત્વની છાપ ધરાવતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ શાહપુરમાં સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક જાહેર સભાને સંબોધતાં તેમણે અત્યંત ચર્ચાસ્પદ શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાના નામનો ઉલ્લેખ કરી મત માગ્યા હતા. આ ઉપરાંત મંગળવારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જોધપુર અને પારસનગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાણીપમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.કાશ્મીરમાં 370ની કલમ હટાવી, પાકિસ્તાન આતંકવાદીઓને મોકલતું બંધ થઇ ગયું, યુક્રેનથી 35 હજાર વિદ્યાર્થીઓને પરત લાવ્યા, નર્મદાનું પાણી લાવ્યા, વિવિધ ધાર્મિક સ્થાનો આસ્થાના કેન્દ્રોને ફરી ઉર્જાવાન કર્યા હોવાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાણીપ ખાતે યોજેલી સભામાં જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને કેજરીવાલ પર આક્ષેપ કર્યો હતોકે, કચ્છ, દરિયા કિનારો કે પછી તોફાનોથી ગુજરાતને સુરક્ષિત રાખવાની તાકાત તેમની પાસે પાસે નથી. માત્ર ભાજપ જ ગુજરાતને સુરક્ષિત રાખી શકે છે.રાણીપ ખાતે જાહેર સભા સંબોધતાં તેમણે કહ્યું કે, રાણીપના વિકાસથી તેઓ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, આ મત તમે હર્ષદભાઇને નહીં પણ ભૂપેન્દ્રભાઇને મુખ્યમંત્રી બનાવવા માટે આપો છો તે યાદ રાખજો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 1990થી કોંગ્રેસનું રાજ નથી. માત્ર એક બે દગાઓને બાદ કરતાં ભાજપની જીત થઇ રહી છે. તેમણે કહ્યું, 1 જાન્યુઆરી 2024માં રામમંદિર જોવા મળશે. તેમણે કાશી વિશ્વનાથ, ઉજ્જૈન, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસીયાઓ આ કરી શકતાં હતા પણ વોટબેંકની બીક લાગતી હતી.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER