ગુજરાતમાં વરસાદ: રાજ્યમાં સરેરાશ વરસાદમાં 17 વર્ષમાં 13%નો વધારોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 05:01 am

ગુજરાતમાં વરસાદ: રાજ્યમાં સરેરાશ વરસાદમાં 17 વર્ષમાં 13%નો વધારોઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં ચોમાસાના છેલ્લા દિવસો ગણાઇ રહ્યા છે. રાજ્યમાં 118 ટકા વરસાદ થયો છે. સરેરાશ 34 ઇંચ વરસાદની સામે અત્યાર સુધી સરેરાશ 40 ઇંચ વરસાદ પડી ગયો છે. કચ્છમાં સરેરાશ 18 ઇંચ વરસાદની સામે 34 ઇંચ એટલે કે 185 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં 100 ટકા કરતાં વધારે વરસાદ થઇ ગયો છે.વરસાદના પ્રમાણમાં 15 વર્ષમાં 13%નો વધારોરાજ્યમાં સરેરાશ વરસાદના આંકડાઓ છેલ્લાં 30 વર્ષમાં પડેલા વરસાદના આધારે નક્કી કરવામાં આવતા હોય છે. 2005થી 2022 સુધીના આંકડાઓનું એનાલિસિસ કરતાં ગુજરાત માટે એક સારા સમાચાર જાણવા મળી રહ્યા છે કે, રાજ્યમાં 30 વર્ષના સરેરાશ વરસાદના પ્રમાણમાં 15 વર્ષમાં 13%નો વધારો નોંધાયો છે. 2005માં સરેરાશ વરસાદ 30 ઇંચ હતો જે વધીને 2022માં 34 ઇંચ થઇ ગયો છે.2005માં સરેરાશ વરસાદ 30 ઇંચ હતો, આજે 34 ઇંચરાજ્યભરમાં 101 જળાશયો સંપૂર્ણ ભરાયેલાં​​​​​​​​​સારો વરસાદ થાય ત્યારે સરેરાશ બદલાયદર વર્ષે વરસાદના પ્રમાણમાં ફેરફાર હોય છે. ક્યારેક વરસાદની ઘટ પણ જોવા મળતી હોય છે. સારો વરસાદ થાય ત્યારે સરેરાશ બદલાતી હોય છે. દરેક વર્ષના વરસાદ પર આધાર રાખે છે.’- મનોરમા મોહંતી, નિયામક, હવામાન વિભાગ30 વર્ષમાં 9 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ​​​​​​​

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER