રાજસ્થાનનો ડ્રગ્સ ડિલિવર ઝડપાયો: સારંગપુરમાં નાકાબંધી વખતે પેડલર ભાગ્યો તો પોલીસે દોડીને પકડી પાડ્યો, આરોપી પાસેથી 8 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું​​​​​​​અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:10 am

રાજસ્થાનનો ડ્રગ્સ ડિલિવર ઝડપાયો: સારંગપુરમાં નાકાબંધી વખતે પેડલર ભાગ્યો તો પોલીસે દોડીને પકડી પાડ્યો, આરોપી પાસેથી 8 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું​​​​​​​અમદાવાદકૉપી લિંકશેર

સારંગપુર પાણીની ટાંકી પાસે વાહન ચેકિંગ કરી રહેલી કાલુપુર પોલીસે 83 ગ્રામ 610 મિલી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના એક પેડલરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી બસમાં ડ્રગ્સ લઈને આવેલો યુવાન જામનગર જાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પોલીસને જોઈને આ પેડલર ભાગ્યો હોવાથી પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધો હતો.1 જુલાઈએ આવી રહેલી રથયાત્રાને ધ્યાનમાં રાખીને કાલુપુર પોલીસ સોમવારે બપોરે સારંગપુર પાણીની ટાંકી પાસે નાકાબંધી ગોઠવીને વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાનમાં ત્યાંથી થેલો લઈને ચાલતો જઈ રહેલો એક વ્યકિત પોલીસની નાકાબંધી જોઈને ત્યાંથી ભાગ્યો હતો.જેથી પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની અંગઝડતી કરતા તેની પાસેની પ્લાસ્ટિકની થેલીઓમાંથી 83 ગ્રામ 610 મિલી ગ્રામ એમડી ડ્રગ્સ(કિંમત રૂ.8.36 લાખ) મળી અાવ્યું હતું. એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા વ્યકિતની પોલીસે પૂછપરછ કરતા તે રાજસ્થાન બાડમેર બારાસણ ગામમાં રહેતો ગણપતરામ જાલારામ બિશ્નોઈ(22) હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી ગણપતરામને ઝડપી લીધો હતો.પોલીસે ગણપતરામની પૂછપરછ કરતા આ જથ્થો રાજસ્થાનમાં રહેતા દેવરાજ ચૌધરીએ જામનગરમાં રહેતા મયુદ્દીનને આપવા માટે આપ્યો હતો. જેથી ગણપતરામ રાજસ્થાનથી બસમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER