27 વર્ષના શાસન સામે રાજીવ શુક્લાના વાકબાણ: ભાજપની સરકાર માત્ર ચાંદ અને તારા જ બતાવી શકે, એક બાજુ રોટલી શેકાવાથી બળી જાયઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 03:01 pm

27 વર્ષના શાસન સામે રાજીવ શુક્લાના વાકબાણ: ભાજપની સરકાર માત્ર ચાંદ અને તારા જ બતાવી શકે, એક બાજુ રોટલી શેકાવાથી બળી જાયઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે 5 દિવસનો સમય બચ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ રાજીવ શુક્લાએ અમદાવાદમાં પત્રકારોને સંબોધીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં વ્યંગમાં તેમણે કહ્યું હતું કે, અહીંયા તો મુખ્યમંત્રી એવી રીતે બદલાય છે જેમ લોકો કપડાં બદલે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક હતી. આ વખતે અમે સરકાર બનાવીને પરિવર્તન લાવીશું.છત્તીસગઢમાં કોંગ્રેસની છે એટલે લોકો દેવામુક્તરાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે,. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોઈ દેવું નથી. જનતા છત્તીસગઢમાં ખુશ છે. છત્તીસગઢના લોકો ગૌમૂત્ર વેચીને પૈસા કમાય છે. ગૌ મૂત્રમાં જડીબુટી મેળવી દવા બનાવે છે. ગામડાની વ્યવસ્થા છત્તીસગઢ સરકારે બદલી છે. અહીંની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસને વિજયી બનાવે. અમે અહીંયા આઠ વાયદા કર્યા છે, જે સરકાર બનશે ત્યારે નિભાવીશું. ખેડૂતોના દેવા માફીની વાત અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં કરી હતી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે કરીને બતાવ્યું છે. અહીંયા સરકાર બનશે ત્યારે અમે તમામ કામ કરીશું. પંજાબમાં આમ આદમી પાર્ટી કશું કરી શકતી નથી. કોંગ્રેસની સરકારમાં શાંતિ સ્થાપિત થશે. મોંઘવારી, રોજગાર, શાંતિ સ્થાપવા કોંગ્રેસના રેકોર્ડ છે.કોંગ્રેસ રાષ્ટ્રવાદી પાર્ટી, ઈન્દીરા અને રાજીવ ગાંધીએ બલિદાન આપ્યુંકોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કૉંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રવાદ સરકાર જણાવી છે. આતંકવાદ સામે લડતા ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. પાકિસ્તાનને મોંતોડ જવાબ કોંગ્રેસ જ આપી શકે છે. ભાજપની સરકાર માત્ર ચાંદ અને તારા જ બતાવી શકે છે. ખોટા વચનો આપવાનું કામ કરનાર પાર્ટી ભાજપ છે અને કોંગ્રેસનું કામ બોલે છે. ગુજરાતના યુવાનોને નવી સરકાર જોવાનો મોકો તો આપો. ક્યાંથી એક જ બાજુ રોટલી સેકવાનું કામ કરવામાં આવશે. રોટલી બળી જશે..આલોક શર્માના ભાજપ પર આક્ષેપોઆલોક શર્માએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે, મોદી હવે હમણાથી ડબલ એન્જિનની વાત કરતા નથી કરતા, ઇન્ફ્યુઝ છે. 27 વર્ષના સવાલના જવાબ આપવાની વાત કરતા નથી. રાજ્યમાં હિન્દુ-મુસ્લિમ ખતરામાં નથી પણ ભાજપ સરકાર ખતરામાં છે. ગુજરાત જાણે બંધક હોય એમ કોઈ વિરોધ કરી શકતું નથી અને જો કોઈએ વિરોધ કર્યો તો જેલમાં જવાનો વારો આવે છે. કાળા વાવટા પણ દેખાડી શકતું નથી. આમ લોકો ડરના મહોલમાં જીવતા હોય તેમ લાગે છે.શર્માએ કહ્યું આપ ક્યાંય નથી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગઆલોક શર્માએ આપ પાર્ટીને નિશાને લીધી હતી અને ચૂંટણીમાં 30 જેટલા આપના કાર્યાલય બંધ થવાની આરે છે. ભાજપના નેતા પણ નિવેદન આપે છે, ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ સામે છે. અન્ય પાર્ટીનુ નામ પણ લેતા નથી. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, રામ મંદિર બને તેમાં કોંગ્રેસ વિરોધ નથી. સાથે તેનો જસ સુપ્રીમ કોર્ટને રહેશે. સરદાર પટેલ અને ગાંધીજી કોંગ્રેસ ના છે તે ના ભૂલવું જોઈએ.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER