કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 11-08-2022 | 08:01 pm

કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર

આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધના તહેવાર એવા રક્ષાબંધનની ઉમંગ અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરને 960 જેટલી મહિલાઓએ રાખડી બાંધી હતી. જેથી કોર્પોરેટરનો આખો હાથ રાખડીઓથી ભરાઈ ગયો હતો.દરેક ઉંમરની બહેનો દર વર્ષે રાખડી બાંધે છેકોર્પોરેટર પ્રકાશ ગુર્જર દ્વારા દર વર્ષે સમરસતા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તેઓ દ્વારા તેમના વિસ્તારની દલિત સમાજની અને અન્ય મહિલાઓને રક્ષાબંધનમાં આમંત્રણ આપે છે. દર વર્ષે મોટી સંખ્યામાં નાની તેમજ મોટી ઉંમરની મહિલાઓ અને દીકરીઓ તેમને રાખડી બાંધે છે. આજે રક્ષાબંધને કોર્પોરેટરનો આખો હાથ રાખડીઓથી ભરાઈ ગયો હતો. આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં બહેનોએ તેઓને રાખડી બાંધી અને આશીર્વાદ આપી તેમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરી હતી.છેલ્લા 7-8 વર્ષથી સમરસતા રક્ષાબંધનની ઉજવણીભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ વર્ષથી સમરસતા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે જેમાં અમારા વિસ્તારની બહેનો દ્વારા રાખડી બાંધવા આવે છે. જેમાં સૌથી વધુ દલિત સમાજની બહેનો રાખડી બાંધે છે. દર વર્ષે જે બહેનને રાખડી બાંધે છે. તેના નામ અને મોબાઈલ નંબર નોંધી લઈએ છીએ અને તેને દર વર્ષે રાખડી બાંધવા માટે આમંત્રણ આપવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં બહેનો રાખડી બાંધવા માટે આવે છે. ગત વર્ષે 850 જેટલી મહિલાઓ આવી હતી અને આ વર્ષે 960 જેટલી મહિલાઓએ રાખડી બાંધી છે. બહેનોને યથાશક્તિ પ્રમાણે તેઓ દ્વારા ભેટ પણ આપવામાં આવી હતી.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER