રાણીપનો અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યો: અમદાવાદમાં પાણી ઓસર્યા પણ GST અંડરબ્રિજ પાણીથી ભરાયેલો છે, મંદિરની દિવાલ પણ ધરાશાયી થાય તેવી હાલતમાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 02:01 pm

રાણીપનો અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યો: અમદાવાદમાં પાણી ઓસર્યા પણ GST અંડરબ્રિજ પાણીથી ભરાયેલો છે, મંદિરની દિવાલ પણ ધરાશાયી થાય તેવી હાલતમાંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના દરેક વિસ્તારમાંથી અત્યારે પાણી ઓસરી ગયા છે. પરંતુ રાણીપ વિસ્તારમાં આવેલું GST ગરનાળુ હજી પણ પાણીથી ભરાયેલું છે. છેલ્લા 5 વર્ષથી ગરનાળું અને બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી ગરનાળું બનીને તૈયાર નથી. વરસાદ બંધ થયાંને એક અઠવાડિયું થયું છતાં પણ હજી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. ગરનાળાની સાઈડમાં એક મંદિર આવેલું છે જે મંદિરની દિવાલ નીચેનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. હવે એક જ વરસાદમાં મંદિર પણ ધરાશાયી થાય તેવી સંભાવના છે.કોઈપણ કોર્પોરેટર કે અધિકારી જોવા નથી આવ્યામ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની બેદરકારીના કારણે રાણીપ વિસ્તારના હજારો લોકોને આજે ટ્રેનના પાટા કૂદી અને જવાની ફરજ પડી રહી છે.સ્થાનિક વિસ્તારના રહેવાસી કિરીટભાઈ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી એન્ટરપ્રાઇઝ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તેને પૂરી કરવામાં આવી નથી. બે થી ત્રણ કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા પરંતુ હજી પણ બન્યો નથી. લોકોને અહીંયાથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી આ જગ્યા પર પાણી ભરાઈ રહ્યું છે અને કોઈપણ કોર્પોરેટર કે અધિકારી જોવા નથી આવ્યા.છેલ્લા કેટલાય સમયથી આ અન્ડરબ્રિજ બંધ છેધારાસભ્યથી લઈને કોર્પોરેટરને પણ અમે રજૂઆત કરી છે છતાં પણ તેઓ અહીંયા જોવા આવ્યા નથી.જેના કારણે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અન્ય સ્થાનિક રહેવાસી ચતુરભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આ અન્ડરબ્રિજ બંધ છે. અહીંયા સામે સ્કૂલ આવેલી છે મારો પૌત્ર ત્યાં ભણે છે. મારે તેને લેવા જવું હોય તો આપ આતંકીને લેવા જવું પડે છે વારંવાર આ રીતે બાળકો ટ્રેનના પાટા કૂદીને જાય છે. ક્યારે અકસ્માત સર્જાય તે નક્કી નથી. અમે ભારે ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છીએ.માટીના કારણે રોડ બેસી જવાની પુરી શકયતારાણીપ વિસ્તારમાં આવેલો GST અંડરબ્રિજ પાંચ વર્ષ બાદ પણ હજી સુધી પૂરો નથી કરી શક્યા તે વરસાદ બંધ થયા બાદ પણ પાણીમાં જોવા મળ્યો હતો. ન્યુ રાણીપ તરફ પાણી અડધું જોવા મળ્યું હતું. હજી સુધી ત્યાં દીવાલ બની નથી જેના કારણે માટીનો રોડ છે અને અંડરબ્રિજને અડીને સાઇડમાંથી લોકો પસાર થાય છે. માટીના કારણે રોડ બેસી જવાની પુરી શકયતા છે. ન્યુ રાણીપ તરફ ગોગા મહારાજનું મંદિર આવેલું છે જેની દીવાલ નો નીચેનો ભાગ ધરાશાયી થઇ ગયો છે અને મંદિર હવે એક જ ભાગમાં ટકેલું છે. જો ઝડપી કામગીરી નહિ થાય તો કોઈપણ જાનહાનિ થઈ શકે છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER