Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 10:01 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હવેથી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના રિક્રેએશન સેન્ટરોને ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા આપવામાં આવશે. આજે મળેલી રિક્રેએશનલ કમિટીમાં જોધપુર રિક્રેએશન સેન્ટર તેમજ હવેથી બનાવવામાં આવનાર તમામ સેન્ટરોને પાંચ વર્ષ માટે પીપીપી ધોરણે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. કમિટી દ્વારા 10 વર્ષ માટે અને રૂ. 12 લાખની અપસેટ વેલ્યુ હતી, જેને ઘટાડી અને માત્ર પાંચ વર્ષ અને રૂ. 15 લાખથી વધુ અને અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. જિમ અને સ્વિમિંગપુલ સહિત એક્ટિવિટીની ફી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે, તેનાથી વધુ ફી કોન્ટ્રાક્ટર દ્વારા લઇ શકાશે નહીં. માત્ર વાર્ષિક રૂ. 15 લાખ રૂપિયામાં જોધપુર રિક્રિએશન સેન્ટર ખાનગી કોન્ટ્રાકટરને પધરાવી દેવામાં આવશે.રિક્રિએશન સેન્ટર ચલાવવાની દરખાસ્ત ઘટાડી 5 વર્ષ કરાઈરિક્રેએશનલ કમિટી ચેરમેન રાજુ દવેએ જણાવ્યું હતું કે, જોધપુર વિસ્તારમાં નવા બનેલા રિક્રેએશન સેન્ટરને 10 વર્ષ માટે પીપીપી ધોરણે ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. હવેથી જ્યાં પણ આવા સેન્ટર ઉભા કરવામાં આવશે તેને પણ મંજૂરી આપવામાં આવે તેવું દરખાસ્તમાં જણાવાયું હતું. જેને ઘટાડી પાંચ વર્ષ કરવામાં આવ્યા છે. આ દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. નવા સાધનો મુકવા પુરુષ અને મહિલા કોચ સિક્યુરિટી, સફાઈ, લાઈટ, લાઈટ અને બિલ્ડીંગ મેન્ટેનન્સ વગેરેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. જોધપુર રીક્રિએશન સેન્ટર માટે અપસેટ વેલ્યુ વાર્ષિક 15થી વધુ લાખ રૂપિયા આપશે તેને કોન્ટ્રાકટ આપવામાં આવશે.નવા બનેલા સેન્ટરમાં જીમ-સ્વિમિંગ પુલ સહિતની એક્ટિવિટી માટે ફી નક્કી કરાઈજોધપુર વિસ્તારમાં નવા બનેલા રિક્રેએશન સેન્ટરમાં જીમ અને સ્વિમિંગ પુલની ફી નક્કી કરવામાં આવી છે. જીમની માસિક સભ્ય ફી 200 રૂપિયા, પર્સનલ ટ્રેનિંગની રૂ. 400 તેમજ સ્વિમિંગ પુલમાં સ્વીમીંગ જાણકાર સભ્ય માટે રૂ. 300, શિખાઉ માટે રૂ. 400 અને પર્સનલ ટ્રેનિંગ માટે રૂ. 800 નક્કી કરાઈ છે. તે ઉપરાંત જીએસટી અલગથી લેવામાં આવશે તેવો ઉલ્લેખ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે અને ત્રણ મહિના તેમજ છ મહિનાની ફી ભરનારા લોકોને 5 ટકા જ્યારે નવ અને 12 મહિનાની ફી ભરનારા ને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.