ચૂંટણી પહેલાં વચનોની લ્હાણી: કોંગ્રેસે આપેલા 11 વચનોમાંથી NSUI વિદ્યાર્થીઓને લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 09:10 am

ચૂંટણી પહેલાં વચનોની લ્હાણી: કોંગ્રેસે આપેલા 11 વચનોમાંથી NSUI વિદ્યાર્થીઓને લગતાં 5 વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશેઅમદાવાદકૉપી લિંકશેર

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા 11 વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે .ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને ગુજરાત ભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.વિદ્યાર્થીઓની જવાબદારી NSUIને સોંપવામાં આવી છે. જેથી NSUI દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોન પ્રમાણે પાંચ વચનોની પત્રિકા બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો દ્વારા વિવિધ કોલેજમાં જઈને આ પત્રિકા આપવાની શરૂઆત કરવામાં આવી છે.જે વિદ્યાર્થી NSUIમાં જોડાવવા ઈચ્છતો હોય તેને જોડવામાં પણ આવી રહ્યા છે.વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારોઅમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. NSUIના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. NSUIના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે.યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગીગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે.વિદ્યાર્થીઓ લક્ષી વચનો

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER