રાજીનામું: વિદેશ જવાનું હોવાથી ફી કમિટીના ચેરમેનનું રાજીનામું, 100 જેટલી સ્કૂલોની ફી અટકીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

રાજીનામું: વિદેશ જવાનું હોવાથી ફી કમિટીના ચેરમેનનું રાજીનામું, 100 જેટલી સ્કૂલોની ફી અટકીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ ઝોનની સ્કૂલોની ફી નિર્ધારણ કમિટીના ચેરમેને કેનેડા જવાના કારણે રાજીનામું આપ્યું છે. જેના કારણે ઘણી સ્કૂલોની ફાઇનલ ફી નક્કી થઇ શકી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં શિક્ષણ વિભાગ હાઇકોર્ટના રિટાયર્ડ જજોનીની ફાઇલ તપાસી રહ્યું છે, ટૂંક સમયમાં નવા ચેરમેનની જાહેરાત થવાની શક્યતા છે.અમદાવાદ ઝોનમાં હાઇકોર્ટના રિટાયર્ડ જજ કે.એ પુંજ પછી હાઇકોર્ટના જ રિટાયર્ડ જજ ડી.એ મહેતાની નિમણૂક કરાઇ હતી. જેઓએ બે વર્ષથી વધુ સમય સુધી અમદાવાદ ઝોનની કામગીરી કરી હતી. પરંતુ કોઇ કારણોસર કેનેડા જવાનું હોવાથી તેમણે એફઆરસીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઇકોર્ટના રિટાયર્ડ જજ ડી.એ મહેતાએ વિદેશ જવાનું હોવાથી રાજીનામું આપ્યું છે. કદાચ તેમનંુ રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. હાલમાં શિક્ષણ વિભાગ નવા જજની નિમણૂકની પ્રક્રિયા કરી રહ્યંુ છે. લિસ્ટમાં ઘણા નામો છે તેના પર વિચારણા ચાલી રહી છે. પરંતુ ચૂંટણીને કારણે નવી નિમણૂક ન થઇ શકતી હોય અને તમામ અધિકારીઓ હાલમાં ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી લગભગ 10થી 12 દિવસ બાદ નવા ચેરમેનની નિમણૂક થવાની શક્યતા છે.ચૂંટણીની આચારસંહિતાને કારણે નવા ચેરમેનની નિમણૂક 10 દિવસ બાદ થઇ શકશે​​​​​​​15 જેટલી સ્કૂલોની ફી ફરી નક્કી થવાની શક્યતાએફઆરસી દ્વારા સ્કૂલોએ રજૂ કરેલા અમુક ખર્ચને ધ્યાને લીધા વગર ફી નક્કી કરતા સંચાલકોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે શહેરની 15 જેટલી સ્કૂલોના તમામ દસ્તાવેજો તપાસીને ફરી ફી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. હવે આ સ્કૂલોની ફી નક્કી થવામાં પણ વિલંબ થશે.વાલી પર બોજ ન પડે તે માટે સ્કૂલોની ફી ન વધારીસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્કૂલોએ રજૂ કરેલા હિસાબોમાં મોટાભાગના સંચાલકોએ કોરોનામાં મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ફી નક્કી કરતી વખતે કમિટી દ્વારા મોટી સ્કૂલોને નિયમ પ્રમાણે 5 ટકા વધારાની મંજૂરી આપી હતી. જ્યારે કે તેનાથી વધારેની ફી માગનારી સ્કૂલોના હિસાબો માન્ય રાખ્યા ન હતા.ઝોનની 60 સ્કૂલની અંતિમ સુનાવણી બાકીઅમદાવાદ ઝોનની દરખાસ્ત કરનારી મોટાભાગની સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી થઇ ચૂકી છે. પરંતુ તેમાંથી 60 જેટલી સ્કૂલોએ હાલમાં વાંધા અરજી દાખલ કરી છે. ચેરમેન સામે સુનાવણી બાદ આ સ્કૂલોની ફાઇનલ ફી નક્કી થશે. એટલે કે જ્યાં સુધી નવા ચેરમેનની નિમણૂક થશે નહીં ત્યાં સુધી આ સ્કૂલોની ફી નક્કી થશે નહીં.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER