હુકુમ: ગોધાવીના જમીન કૌભાંડમાં રમણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂરઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 02-12-2022 | 05:01 am

હુકુમ: ગોધાવીના જમીન કૌભાંડમાં રમણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂરઅમદાવાદકૉપી લિંકશેર

ગોધાવી ગામની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કોભાંડમાં આરોપી પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના 12 દિવસના રિમાન્ડ નીચલી કોર્ટે ફગાવી દીધા હતા. જેની સામે સેસન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી રમણ પટેલના સાતન દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સોલામાં રહેતા રામકૃષ્ણ આચાર્યના દાદા શત્રુધ્નદાસનું વર્ષ 1991 માં અવસાન થયંુ હતું. શત્રુધ્નદાસની ગોધાવી અને ઘુમા ગામમાં જમીન હતી. રામકૃષ્ણ આચાર્યએ રેવન્યૂ રેકર્ડ કઢાવતાં તેમાં ગોધાવી ગામની જમીનના દસ્તાવેજમાં સરયુદાસનું વારસદાર તરીકે નામ ઉમેરાયું હતું.ત્યારબાદ સરયુદાસ પાસેથી પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે જમીન વેચાણ લીધી હોવાના બોગસ દસ્તાવેજો બનાવી સાણંદ સબ રજીસ્ટાર કચેરીમાં બોગસ દસ્તાવેજ સાચા તરીકે રજૂ કરી જમીન હડપ કરી લીધી હતી. પોલીસે રમણ પટેલની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીના વધુ 12 દિવસના રિમાન્ડ માટે અરજી કરી હતી. જે અરજી ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરતા સરકાર તરફે સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટનો હુકમને પડકારતી રિવિઝન અરજી કરી હતી.સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ બોગસ દસ્તાવેજો બનાવી ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ કર્યુ છે. આરોપી વિરુદ્ધ આ પ્રકારના 6 ગુના નોંધાયેલા છે. બોગસ દસ્તાવેજમાં વારસદાર તરીકે દર્શાવેલ સરયુદાસ બાવા વિષે માહિતી મેળવવાની છે. બોગસ દસ્તાવેજ કયા અને કોની પાસેથી બનાવ્યા હતાં. આ કૌભાંડ દશરથ પટેલ સહિતના આરોપીઓને પકડવાના છે. આથી આરોપીના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. જ્યારે આ ગુનામાં સહ આરોપી તરીકે રમણ પટેલના ભાઈ દશરથ પટેલનું પણ નામ હોવાથી પોલીસે ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Google Follow Image