સાબરમતી જેલ સુરંગકાંડ: હાઈકોર્ટે સરકારની અરજી મંજૂર કરી, 24 કેદીઓ સામે આરોપ ઘડવામાં આવશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 05:01 pm

સાબરમતી જેલ સુરંગકાંડ: હાઈકોર્ટે સરકારની અરજી મંજૂર કરી, 24 કેદીઓ સામે આરોપ ઘડવામાં આવશેઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરાર થવા માટે 200 ફૂટની સુરંગ ખોદી હતી. આ સમયે તેમનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ બાબતે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના અનુસંધાને હાઈકોર્ટે 24 આરોપીઓ સામે આરોપનામું ઘડીને કેસ ચલાવવા માટે મંજુરી આપી દીધી છે. આ કેસમાં 14 આરોપીઓને સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.હાઈકોર્ટમાં સુરંગકાંડના કેસની સુનાવણી હાથ ધરાઈ હતીહાઈકોર્ટના જસ્ટીટ વેભવી નાણાવટીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 24 કેદીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે. આ તબક્કે રાજ્યના કેદીના સંદર્ભમાં પુરાવાની તપાસ કર્યા વિના આરોપીઓને આરોપો અને તેમની સામે મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્ત કરી શકાય તેમ નથી. સેશન્સ કોર્ટ પ્રથમ તબક્કે એવું કહી શકે નહીં કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 227 હેઠળ આરોપ ઘડવાનો હોય છે.સાબરમતી જેલમાં 2013માં સુરંગ ખોદાઈ હતી16 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા સુરંગ ખોદવાના કેસમાં તમામ 24 આરોપીઓને મુક્ત કરવાના આદેશને પડકારતી રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી.2013માં એક જેલ અધિકારીને સાબરમતી જેલમાં ખોદવામાં આવેલી સુરંગ જોવા મળી હતી. ત્યાર બાદ 24 કેદીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજી બાજુ અન્ય આરોપો ઉપરાંત 130ની કલમ 14 કેદીઓ આતંકવાદી હોવાના આરોપોનો સામનો કરી રહ્યા હતાં એ આધાર પર લગાવવામાં આવી હતી.સેશન્સ કોર્ટના ઓર્ડર સામે હાઈકોર્ટમાં સરકારની અપીલસેશન્સ કોર્ટે કેદીઓ રાજ્યના નહીં હોવાની દલિલના આધારે કલમ 130 લાગુ કરી શકાય નહીં જેથી તેમને આ આધાર પર મુક્ત કર્યા હતાં અને રાજ્ય સરકારે સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપીઓ શિક્ષિત છે અને તેમાંથી કેટલાક પાસે એન્જિનિયરિંગ અને એમબીએની ડિગ્રી છે. કોર્ટે સાબરમતી જેલમાંથી કેદીઓએ કેવી રીતે ભાગવાની તૈયારી કરી હતી તે અંગે પણ નોંધ લીધી હતી.સુરંગ ખોદવા માટેની માહિતી માટે ચાર પુસ્તકો મળ્યા હતાંઆરોપી નંબર-1 હાફિઝુસૈન સિવિલ એન્જિનિયર હતો. તેણે જેલથી બહારના રસ્તા સુધીના અંતરનું માપ લીધું હતું અને ટનલ કેટલી લાંબી અને ઊંડી હશે તેનું આયોજન કર્યું હતું. વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અન્ય તમામ આરોપીઓને સુરંગ ખોદવા, જો કોઈ જેલ અધિકારી મુલાકાતે આવે તો તેને ઢાંકવા, તેમનું ધ્યાન ભટકાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પુસ્તકાલયમાંથી કેદીઓને સુરંગ કેવી રીતે ખોદવી તેની માહિતી માટે ચાર પુસ્તકો પણ મળ્યાં હતાં.સેશન્સ કોર્ટે ટેકનિકલ બાબતોમાં જવાનું ટાળવું જોઈતું હતું: હાઈકોર્ટજેલ અધિકારીને મળ્યા પહેલાં 11 ઓક્ટોબર 2012થી 12 ફેબ્રુઆરી 2013ની વચ્ચે કેદીઓએ સુરંગ ખોદી હતી.કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે, આ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે એક મોટા ઝાડની પાછળ પાણીની ટાંકીની નજીક એક મોટી ટનલ ખોદવામાં આવી હતી જે લગભગ છ ફૂટ ઊંડી અને લગભગ 196 ફૂટ લાંબી હતી.જસ્ટિસ નાણાંવટીએ કહ્યું હતું કે સેશન્સ કોર્ટે ટેકનિકલ બાબતોમાં જવાનું ટાળવું જોઈતું હતું અને કેદીઓ સામે પ્રથમદર્શી કેસ છે કે નહીં તે જ ધ્યાનમાં લેવું જોઈતું હતું.કોર્ટે રાજ્ય સરકારની અરજી મંજુર કરીકોર્ટે કહ્યું હતું કે, આરોપીનો કેસ 'રાજ્યના કેદીઓ'ની વ્યાખ્યા અથવા સમજૂતીમાં આવે છે કે કેમ તે ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ કે તે જ પુરાવાનો વિષય હશે. આ તબક્કે ફક્ત રેકોર્ડ પરના પુરાવાઓ જ ધ્યાનમાં લેવાની જરૂર છે કે શું તેમની સામે પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે કે નહીં. કોર્ટે આટલું કહીને રાજ્ય સરકારની અરજી મંજુર કરી હતી અને સેશન્સ કોર્ટના આદેશને રદ કર્યો હતો. રાજ્ય તરફથી સરકારી વકીલ મિતેશ અમીન અને અધિક સરકારી વકીલ મૈથિલી મહેતા હાજર રહ્યા હતા. જ્યારે એડવોકેટ ડીડી પઠાણ, ખાલિદ જી શેખ અને એસ એમ વત્સે કેદીઓ તરફથી દલીલો કરી હતી.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER