સભા: 9 દિવસમાં પ્રચાર માટે રાજકીય પક્ષોનું 35થી વધુ રેલી અને સભાનું આયોજનઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 25-11-2022 | 05:01 am

સભા: 9 દિવસમાં પ્રચાર માટે રાજકીય પક્ષોનું 35થી વધુ રેલી અને સભાનું આયોજનઅમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આગામી 3 ડિસેમ્બરે સાંજના પાંચ વાગ્યા સુધી ઉમેદવારો પોતાનો પ્રચાર કરી શકશે. અમદાવાદની 21 બેઠકોનું મતદાન બીજા તબક્કામાં થશે. જેથી આગામી દિવસોમાં અમદાવાદ શહેરની 16 બેઠકો માટે વિવિધ પક્ષો દ્વારા સભા અને રેલીનું આયોજન કરાયું છે. રેલી-સભાની પરમિશન માટે પક્ષો તરફથી અરજી મળી રહી છે. સમય મર્યાદા આવનાર એક પણ પક્ષને સભા કે રેલી માટે ઇન્કાર કરાયો નહીં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં 25 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં 35થી વધુ સભા અને રેલીને મંજૂરી આપવામાં આવી છે. નરોડા, વેજલપુર, દરિયાપુર અને દાણીલીમડાંમાં સૌથી વધુ સભા અને રેલીઓ છે. ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત અપક્ષો દ્વારા પણ સભા અને રેલીઓ માટે પરમિશન માગી છે.2 અને 3 ડિસેમ્બરના રોજ વિવિધ પક્ષો દ્વારા પ્રત્યેક વિધાનસભામાં નાની-મોટી રેલી યોજાશે. જોકે સભા અને રેલી માટે વપરાતા વાહનો સહિતના ખર્ચની વિગતો ચૂંટણીપંચને આપવાના હોય છે. જેની સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ખરાઇ પણ કરાય છે.રવિવાર હોવાથી 27 નવેમ્બરે સૌથી વધુ રેલી-સભાગરવી ગુજરાત પાર્ટીગરવી ગુજરાત પાર્ટીગરવી ગુજરાત પાર્ટી,જનસંઘ વિરાટ પાર્ટી​​​​​​​

Google Follow Image