ઈમાનદારીને સલામ: અકસ્માતમાં બેભાન થઈ ગયેલા દર્દી પાસે રોકડા 5.25 લાખ હતા, એમ્બ્યુલન્સ કર્મચારીઓએ એક-એક નોટ સગાને પરત કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 04:01 pm

ઈમાનદારીને સલામ: અકસ્માતમાં બેભાન થઈ ગયેલા દર્દી પાસે રોકડા 5.25 લાખ હતા, એમ્બ્યુલન્સ કર્મચારીઓએ એક-એક નોટ સગાને પરત કરીઅમદાવાદકૉપી લિંકશેર

આજે અનેક લોકો પૈસા પાછળ આંધળી દોટ મુકી રહ્યા છે અને પૈસા માટે ગમે તે હદે પણ જઇ શકે છે. આવા અનેક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવી જ રહ્યા છે ત્યારે વિરમગામ ખાતે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતો કિસ્સો બન્યો છે. જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીને વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. એવામાં તેની પાસે રહેલા રૂ.5.25 લાખ રોકડા હોસ્પિટલના કર્મચારીઓએ જીવની જેમ સાચવીને તેને પરિજનોને પરત કર્યા હતા.અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસે 5.25 લાખ રોકડા હતાઘટનાની વિગતો મુજબ, વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં નારણભાઈ જોષી નામના વ્યક્તિ માથામાં વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. દર્દીની પાસે રોકડમાં રૂ.5.25 લાખ રૂપિયા હતા. એવામાં દર્દીને સારવાર માટે વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી.એમ્બ્યુલન્સ કર્મચારીઓએ દર્દીના સગાને પૈસા પાછા આપ્યા​​​​​​​એવામાં 21મી જૂનની મોડી રાત્રે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કર્મચારીઓ દ્વારા નારણભાઈને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. બેભાન અવસ્થામાં દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ કર્મચારીઓએ કોઈપણ જામના લોભ-લાલચ વિના દર્દીના 5.25 લાખ રૂપિયા તેમના સગાને પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દર્દીના સગાઓએ પણ વિરમગામના ઇમાનદાર કર્મચારીઓની ઇમાનદારીને વધાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.ઈમાનદારીને દર્દીના સગાએ પણ વધાવી​​​​​​​આ વિશે મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદીએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલગઢ પાસે આકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થયેલા દર્દી નારણભાઇ જોષીને સારવાર અર્થે વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે સરકારી એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. દર્દી પાસે રોકડમાં 5.25 લાખ રૂપિયા પણ હતા. અમારા દવાખાનના કર્મચારીઓ દ્વારા દર્દીને અમદાવાદ ખાતે પહોંડ્યા અને તેમના સગાને રૂપિયા 5.25 લાખ પરત કર્યા હતા. અમારી હસ્પિટલના સામાન્ય કર્મચારીઓની ઇમાનદારી પર અમને ગર્વ છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER