આત્મરક્ષણની ટ્રેનિંગ: યુવતીઓ મુશ્કેલીમાં દુપટ્ટા, હેરપિન, બેલ્ટ, સ્પ્રેનો હથિયાર તરીકે ઉપયોગ કરી આત્મરક્ષા કરી શકેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 05:01 am

આત્મરક્ષણની ટ્રેનિંગ: યુવતીઓ મુશ્કેલીમાં દુપટ્ટા, હેરપિન, બેલ્ટ, સ્પ્રેનો હથિયાર તરીકે ઉપયોગ કરી આત્મરક્ષા કરી શકેઅમદાવાદકૉપી લિંકશેર

છોકરીઓ તેમ જ મહિલાઓ કોઈ પણ અસામાન્ય સંજોગોમાં માનસિક સંતુલન ગુમાવ્યા વગર પોતાની રક્ષા કરી શકે છે. જો કે તેના માટે છોકરીઓએ હંમેશાં પર્સમાં દુપટ્ટો, સ્પ્રે, હેરપિન સાથે રાખવાની સાથે રિવેટવાળા બેલ્ટ પહેરવા જોઈએ. આ તમામ વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી તે હેરાન કરતી કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડી સ્વરક્ષા કરી શકે છે.વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી સ્વરક્ષા કરી શકેતેની સાથે જ જો કોઈ છેડતી કરતું હોય તો તેના કાનની બુટ પાછળ કે આંખમાં ઈજા પહોંચાડવી જોઈએ, તેની સાથે જ જરૂર પડે તો બચકું ભરવું, કોઈ પણ આંગળી વાળી દેવા સહિત અન્ય માધ્યમોથી પોતાની રક્ષા કરી શકાય છે તેમ સેવ હ્યુમિનિટી સંસ્થાના આત્મરક્ષા ટ્રેનિંગ દરમિયાન પ્રમુખ પૂનમબહેન પાંચાણીએ જણાવ્યું હતું.બૌદ્ધિક ટ્રેનિંગ તેમ જ પ્રેક્ટિકલ ટ્રેનિંગછોકરીઓ માનસિક રીતે મજબૂત બને અને આત્મરક્ષા કરી શકે તે ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ શરૂ કરાયો છે. સોસાયટીઓ અને ફ્લેટોમાં કાર્યકર્મની શરૂઆત બાદ અત્યાર સુધી 3 હજાર મહિલાઓને ટ્રેનિંગ અપાઈ છે. આ ટ્રેનિંગ દરમિયાન મોટિવેશનલ ટ્રેનિંગ, બૌદ્ધિક ટ્રેનિંગ તેમ જ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોને ફોલો ન કરવા પોલીસની અપીલછોકરીઓની શારીરિક છેડતીની સાથે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ હેરાન કરવામાં આવે છે. આવા સંજોગોમાં શું કરવું તે અંગે માર્ગદર્શન આપતા શહેર પોલીસના સાઈબર સેલનાં મહિલા પીએસઆઈ ક્યુ. એ. પટેલે જણાવ્યું કે, ઘણીવાર લોકો સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી બીભત્સ મેસેજ કરી, વીડિયો કોલ દ્વારા હેરાન કરતા હોય છે. દર મહિને આવા સરેરાશ 10થી 12 કેસ સાઈબર સેલમાં નોંધાય છે. છોકરીઓએ સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ પિક્ચર પર્સનલ રાખવું, અજાણ્યા મિત્રો ન રાખવા કે ફોલો ન કરવાં જોઈએ. જરૂરિયાતના સમયે સાઇબર સેલ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ.છોકરીઓ શરમમાં બોલી નથી શકતી ત્યારે આવી ટ્રેનિંગ જરૂરી છેઆત્મરક્ષાની ટ્રેનિંગ લેવા આવેલા વર્કિંગ વુમન શિલ્પાબા પુવાર અને ઉર્મિલા પટેલે જણાવ્યું કે, આજના સમયમાં છેડતીની સાથે સોશિયલ મીડિયા થકી હેરાનગતિની ઘટનાઓ વધી રહી છે. ઘણીવાર છોકરીઓ કે મહિલાઓ શરમને કારણે પરિવારને આવી ઘટનાઓ અંગે જાણ કરી શકતી નથી. આવા સંજોગોમાં આત્મરક્ષા માટેની ટ્રેનિંગથી અમે પણ અમારી રક્ષા જાતે જ કરી શકીએ છીએ તેઓ આત્મવિશ્વાસ વધ્યો છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER