શક્તિસિંહ ગોહિલનું આમંત્રણ: નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમે રાહુલ ગાંધીની જેમ યાત્રામાં 25 કિમી તો નહીં ચાલી શકો, પરંતુ પાંચ કિમી તો ચાલો મજા આવશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 pm

શક્તિસિંહ ગોહિલનું આમંત્રણ: નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમે રાહુલ ગાંધીની જેમ યાત્રામાં 25 કિમી તો નહીં ચાલી શકો, પરંતુ પાંચ કિમી તો ચાલો મજા આવશેઅમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંગ ગોહિલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે વર્તમાન સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, ગુજરાત મેં બનાવ્યું તેવું ભાજપે સ્લોગન આપ્યું છે. ગુજરાત મેં બનાવ્યુંના નારા લગાવવામાં આવી રહ્યા છે એ લોકોને ખબર નથી કે, ગુજરાતીઓની મહેનતે ગુજરાતને બનાવ્યું છે. માત્ર સ્લોગન આપવાથી ગુજરાત બની જતું નથી. તો બીજી તરફ ભારોસાની ભાજપ સ્લોગનને લઇને તેમણે કહ્યું કે, ચોક્કસ હું કહું છું કે, ગુજરાતના લોકોએ ભરોસો મુક્યો હતો. પરંતુ બનાવી જવા માટે નહીં.ગુજરાતીઓની મહેનતે આપણા ગુજરાતને બનાવ્યુંરાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોનો આભાર માનું છું, પ્રચારમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. ગુજરાતનું ડીએનએ એટલે કે એનું લોહી ડેવલપમેન્ટ છે એ વિકાસ છે અને જ્યારે બીજા દેશોમાં એ હિંમત ન હતી કે દરિયો ખેડીને જવાય તે દિવસોમાં ગુજરાતી આફ્રિકા અને યુરોપ સાથે કોઇપણ જીપીએસ અને અધ્યતન વસ્તુઓ વગર ગુજરાતી વેપાર કરતો હતો અને એ ગુજરાતીઓની મહેનતે આપણા ગુજરાતને બનાવ્યું છે.ભાજપના નેતાનું સ્લોગન ગુજરાત મેં બનાવ્યુંભાજપની ક્યારેક ક્યારેક કઠણાઈ હોય ત્યારે સાચી હકિકત તેમના મોઢેથી બહાર આવી જાય છે. ભાજપના નેતાએ સ્લોગન આપ્યું ગુજરાત મેં બનાવ્યું છે અને એ પછી જાહેરાત ચાલે છે. એક અંધ ભક્ત બોલ કે, આ ગુજરાત મેં અને નરેન્દ્ર ભાઈએ બનાવ્યું છે. ગુજરાતીઓએ નહીં. ગુજરાત બનાવ્યું એટલે કે કદાચ સાચું એ રીતે કહે છે કે, જ્યારે કોઈ આપણને છેતરી જાય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ 'મારો હારો બનાવી ગ્યો હો' એટલે કહે છે એમ કે આ ગુજરાતને અમે છેતરીયું છે. ગુજરાતને અમે બનાવ્યું છે. અમે બનાવી ગયા છીએ.કોરોના વેક્સીન આપી તેના નકલી ડેટા રજૂ કર્યાપ્રધાનમંત્રી આવે ત્યારે કહે છે અને ભાજપના નેતાઓ કહે છે કે મફત વેક્સીન આપી અને રેકોર્ડબ્રેક આપી. દુનિયાના કોઈપણ દેશો કરતા વધારેમાં વધારે વેક્સીન આપી. પરંતુ તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોના વેકસીનના જે આંકડા આપવામાં આવ્યા તેના આ ડેટા છે. વેકસીનના ડેટામાં એક સરખા મોબાઇલ નંબર છે. રાજ્યના પીએચસી સેન્ટરમાં વેકસીન આપવામાં આવી તેમાં એક સરખા જ નંબર આવે છે. જ્ઞાતિ, જાતિ, અટક અલગ-અલગ, નામ પણ અલગ-અલગ પરંતુ મોબાઈલ નંબર એક સરખા આપવામાં આવી રહ્યા છે. કોરોના વેક્સીન આપી તેના નકલી ડેટા રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોને ઘરે ઘરે મોકલી અમે તપાસ કરાવી તો મોટાભાગના લોકોએ વેકસીન લીધી જ નથી. લોકો તમારી પર વિશ્વાસ રાખીને મતદાન કરે છે તો તમે લોકોને આવી રીતે બનાવો છો. ફ્રી વેકસીનના નામ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા તો એ કોણે આપ્યા. ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને હવે ચૂંટણીમાં મતદાન માટે મતો માંગી રહ્યા છો.ભરોસાની ભાજપે પાડો જણ્યો આ સૌરાષ્ટ્રમાં કહે છે: શક્તિસિંહભાજપની બનાવ્યું ગુજરાત જેવી બીજી એક વાત કરે છે ભરોસાની ભાજપ. ચોક્કસ હું કહું છું કે, ગુજરાતના લોકોએ ભરોસો મુક્યો હતો. બનાવી જવા માટે નહીં, સાચો વહિવટ કરવા માટે. એટલે અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે, જે ભેંસ પર ભરોસો મુક્યો હોય. ખુબ સરસ ઘાસ આપ્યું હોય. ખાણ ખવડાવ્યું હોય. સાચવી હોય કે આ પાડી આપશે. એટલે કે એમાંથી ભવિષ્યમાં ફાયદો થશે. પરંતુ એ ભરોસાની ભેંસ પાડો આપે તો એ પાડો કોઈ કામનો ના હોય. ના ગાડે જોડાય. ના ખેતીના કામમાં આવે. ના ખેડૂત કે પશુપાલક એને વેચી શકે અને એના ગળે પડે. એમ ભરોસાની ભાજપે પાડો જણ્યો આ અમારા સૌરાષ્ટ્રમાં કહે છે. એટલે વાતાવરણ એમની વિરૂદ્ધ છે.રઘવાટ, બોખલાહટમાં ભાજપ કામ કરે છેભાવનગર શહેરમાં થોડા દિવસમાં ત્રણ-ત્રણ વખત વડાપ્રધાને આવવું પડે. પહેલી વખત આવ્યા ત્યારે ગાંઠીયા ગાંઠીયા કરીને નીકળી ગયા. પછી કોઈએ કહ્યું કે, કૃષ્ણકુમારસિંહનું નામ લીધું નથી આ બરાબર નહીં તો ફરી આવ્યા અને આવીને કહ્યું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબનું નાટકમાં હું પાત્ર ભજવતો હતો. કૃષ્ણકુમારસિંહજી મહરાજા એ પ્રજાવત્સલ રાજા એમના નાટક ના જોડાય. એમણે કહ્યું હતું કે, મારી પ્રજાનું કલ્યાણ થજો. એમનું સુત્ર હતું કે, મારી પ્રજાનું કલ્યાણ થજો. એટલે કે રઘવાટ, બોખલાહટમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. તમારી સામે મેં એક મુદ્દો મુક્યો છે. આવા અનેક મુદ્દા છે જ્યાં એમણે ગુજરાતને બનાવ્યું એટલે કે ગુજરાતને છેતરયું છે. આ ગુજરાતને જે રીતે છેતર્યું છે એનો આ મુદ્દો મેં તમારી સમક્ષ મુક્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ સીટીંગના જજ હાઈકોર્ટના અથવા સુપ્રીમ કોર્ટના કરે અને જેટલા વેક્સીનના ડેટા છે તે ઓનલાઈન ડેટા મુકવાની માંગ છે.નર્મદા રાજકારણનો મુદ્દો નહીં લોકોની જીવાદોરીનો મુદ્દોનર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે. નર્મદાના મુદ્દે આપણે ક્યારે રાજકારણ નથી કર્યું. ગુજરાતમાં અમારી સરકાર હતી. નર્મદાએ રાજકારણનો મુદ્દો નથી એ લોકોની જીવાદોરીનો મુદ્દો હતો. નર્મદાના ધસમસતા પાણીમાં 18 મીટર ઊંડા પાયા નાખવાનું કામ કોંગ્રેસ કર્યું પરંતુ કોઈ દિવસ કહ્યું નથી. મેઘા પાટકાર જેવા એક્ટિવિસ્ટ વિરોધ કરતા હતા તેમ છતાં અમે કામગીરી કરી. આદિવાસીઓની પણ કોંગ્રેસ એ સહાય કરી છે. મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોડાયા. હું આમંત્રણ આપું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપ તો ખૂબ વૈભવી થઈ ગયા છો એટલે કે 25 કિલોમીટર રાહુલ ગાંધીની જેમ નહીં ચાલી શકો. પરંતુ પાંચ કિલોમીટર તો સાથે ચાલો. જુઓને ખુબ મજા આવશે. આ ભારત જોડો યાત્રા છે. સરદાર પટેલ યોજના કોંગ્રેસના સમયમાં બનાવી હતી જેમાં રાજકારણ થવું જોઇએ નહીં. ભાજપ સામે અમારી લડાઈ છે. કોંગ્રેસની જીત નક્કી છે.

Google Follow Image