શિવસેનાના કાર્યકરનો દાવો: ગુજરાત પોલીસે હોટલમાં શિવસેનાના MLA નીતિન દેશમુખને માર માર્યો, મુંબઈ જવું હતું, પણ ગુવાહાટી લઈ જવાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 12:01 pm

શિવસેનાના કાર્યકરનો દાવો: ગુજરાત પોલીસે હોટલમાં શિવસેનાના MLA નીતિન દેશમુખને માર માર્યો, મુંબઈ જવું હતું, પણ ગુવાહાટી લઈ જવાયાઅમદાવાદકૉપી લિંકશેર

મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્ય સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દિવસ-રાત ચાલેલા આ રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથના અને અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે સુરતની હોટલમાં માર માર્યો છે. તેઓ મુંબઈ જવા માગતા હતા, પણ તેમને બંધક બનાવીને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે.શિવસેનાના સ્થાનિક કાર્યકરો પાસે મુંબઈ જવા મદદ માગીસુરત શિવસેનાના નેતા પરેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે નીતિન દેશમુખ હોટલથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા, જ્યાં અમારી સાથે મુંબઈ જવા માટે મદદ માગી હતી. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોલીસ પકડીને હોટલ લઈ જઈ રહી હતી. અમે પણ તેમની પાછળ પાછળ ગયા, પરંતુ હોટલના બારમાં અમને રોકી દેવામાં આવ્યા હતા.મારામારી બાદ હોસ્પિટલમાં દાખલ કર્યાશિવસેનાએ દાવો કર્યો છે કે નીતિન જ્યારે હોટલમાં મુંબઈ જવા માટે હંગામો કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો. તો બીજી તરફ દિવ્ય ભાસ્કરને મળેલી જાણકારી મુજબ હોટલમાં હંગામા દરમિયાન સ્થાનિક પોલીસ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ, ત્યાર બાદ નીતિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.સુરતની હોટલમાં હાર્ટ-એટેક આવ્યોઃ રાઉતશિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે નીતિન દેશમુખને સુરતની હોટલમાં હાર્ટ-એટેક આવ્યો છે, પરંતુ ભાજપના લોકોએ તેમને બંધક બનાવ્યા છે. રાઉતે આગળ જણાવ્યું હતું કે તેના 9 ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ કેસની પૂરી તપાસ કરશે. 9 ધારાસભ્ય મુંબઈ જવા માગતા હતા, પણ તેમને જવા દીધા નહીં.નીતિન દેશમુખનાં પત્નીએ ગુમ થવાની ફરિયાદ નોંધાવીતો મહારાષ્ટ્રમાં નીતિન દેશમુખનાં પત્ની પ્રાંજલિએ અકોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાંજલિએ કહ્યું હતું કે “ વિધાન પરિષદની ચૂંટણી બાદ તેમના પતિ ગુમ છે. તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેમનો મોબાઈલ પણ બંધ છે. તેમના જીવ પર જોખમ છે”

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER