ખાસ સૂચના ​​​​​​​: અમદાવામાં ગરબાના સ્થળ પાસે ટ્રાફિક જામ થશે તો પોલીસ આયોજકને દંડ ફટકારશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 27-09-2022 | 05:01 am

ખાસ સૂચના ​​​​​​​: અમદાવામાં ગરબાના સ્થળ પાસે ટ્રાફિક જામ થશે તો પોલીસ આયોજકને દંડ ફટકારશેઅમદાવાદકૉપી લિંકશેર

નવરાત્રિની શરૂઆત થતા જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે કોમર્શિયલ ગરબા આયોજકો સાથે આયજકો સાથે વાતચીત કરીને ખાસ સૂચન આપવામાં આવ્યા છે, જેમાં પ્લોટ કે, ગાર્ડનમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ સાથે કાયદા પ્રમાણે આયોજન કરવાનું ટ્રાફિક જેસીપીએ જણાવ્યું છે. આડેધડ પાર્કિંગ ન કરનારાઓ માટે 14 ટોંઈગ ક્રેન સતત ફરતી રહેશે અને વાહનો ટો કરતી રહેશે.લોકોને પરેશાની ન થાય તે માટે ખાસ સૂચનાકોમર્શિયલ ગરબાનું આયોજન કરનાર આયોજકો સાથે ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશ્નર મંયકસિંહ ચાવડાએ મીટિંગ યોજી હતી. જેમાં કાયદાધોરણ પ્રમાણે આયોજન કરવું, સાથે જ દરેક આયોજક સાથે વાતચીત કરીને તેમની જગ્યા કેટલી છે, પાર્કિંગ, સીસીટીવી, ફાયરસેફ્ટી, બાઉન્સરો તથા ગરબા માટે આવેલા લોકોને કોઈ જ પ્રકારની પરેશાની ન થાય તે માટે ખાસ સૂચના આપી હતી. સાથે જ જોઈ આમા કોઈ ભૂલ થશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જાણ કરી હતી.ટ્રાફિક જામ જેવી સમસ્યા થશે તો આયોજક સામે કાર્યવાહી ​​​​​​​આ સાથે જ રાત્રિના સમયે ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારનારાઓ સામે કાર્યવાહી કરવા માટે શી ટીમ, ઓક્સ ટીમ, ઈન્ટરસેપ્ટર વાન, મોબાઈલ પેટ્રોલિંગ અને મોટર સાઈકલ પેટ્રોલિંગ સતત કરવામાં આવશે. જો કોઈ પાર્ટીપ્લોટની આસપાસ આડેધડ વાહનો પાર્ક કર્યા હશે અને ટ્રાફિક જામ જેવી સમસ્યા થશે તો આયોજક સામે કાર્યવાહી કરાશે સાથે આડેધડ પાર્ક કરેલા વાહનો માટે વાહન ટોઈંગ ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ એસપીરીંગ રોડ, સિંધુ ભવન રોડ, ગુજરાત યુનિવર્સિટી અને એસજી હાઈવે પર સતત ફરતી જ રહેશે.

Google Follow Image