જાસૂસની મદદ: અમદાવાદમાં પત્નીને રંગેહાથ પકડવા પતિએ જાસૂસ રોક્યો પણ હોટેલમાં ફોટા પાડતી વખતે જાસૂસ ખુદ પકડાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

જાસૂસની મદદ: અમદાવાદમાં પત્નીને રંગેહાથ પકડવા પતિએ જાસૂસ રોક્યો પણ હોટેલમાં ફોટા પાડતી વખતે જાસૂસ ખુદ પકડાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર

પતિ - પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા પત્ની બે સંતાનો સાથે અલગ રહેતી હતી. જો કે પત્નીને આડા સંબંધ હોવાની શંકાથી પતિએ એક યુવાનને પૈસા આપીને તેની જાસૂસી કરવા 7 દિવસથી પાછળ લગાવ્યો હતો. જો કે કોઇ પીછો કરી રહ્યો હોવાની જાણ થતા પત્નીએ જાસૂસને તેના ફોટા પાડતો અને વીડિયો ઉતારતો રંગે હાથે ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો.સાઉથ બોપલમાં રહેતા મોનાબહેન(35) ને પતિ નીરવ સાથે મનમેળ નહીં રહેતા બંને ઘણા સમયથી અલગ રહેતા હતા. જો કે 13 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો મોનાબહેન સાથે જ રહેતા હતા. તા.20 નવેમ્બરે બપોરે મોનાબહેન સેટેલાઈટ વિસ્તારમાં એક શો રૂમમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે દીકરીએ તેમને કહ્યું હતું કે મમ્મી એક ભાઈ તારી સામે એકીટસે જોયા કરે છે અને તે તારો પીછો કરતા હોય તેવું લાગે છે.21મીએ સાંજે મિત્ર સાથે પ્રહલાદનગર ગાર્ડન પાસે એક હોટેલમાં જમવા ગયાં ત્યારે સામેના ટેબલ ઉપર બેઠેલો યુવાન મોનાબહેનના ફોટા પાડતો હતો. જેથી મોનાબહેને તેનો ફોન ચેક કરતાં તેમાંથી 6 દિવસના મોનાબેનના ફોટો અને વીડિયો મળતાં આ અંગે મોનાબહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોનાબહેનનો પીછો કરીને તેમના ફોટા પાડીને તેમજ વીડિયો ઉતારીને નીરવને મોકલનાર જીલુજી ઠાકોર (થલતેજ) ને ઝડપી લીધો હતો. (બંને પાત્રના નામ બદલેલ છે)પતિએ જાસૂસને રૂ. 1700 આપ્યા હતાપોલીસે જીલુજીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, નીરવે તેને રૂ.1700 આપીને 14 નવેમ્બરથી મોનાબહેનની જાસૂસી કરવાનું કામ સોંપ્યું હતું. જેથી મોનાબહેન જ્યાં પણ જતા ત્યાં જીલુજી તેની પાછળ જતો હતો અને તે કોને મળે છે, કોની સાથે બહાર જાય છે તે તમામ ફોટા પાડીને નીરવને મોકલી દેતો હતો.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER