SSCની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર: 1.40 લાખ વિદ્યાર્થીઓમાંથી 34,738 વિદ્યાર્થીઓ પાસ થયા, સમગ્ર રાજ્યનું પરિણામ 24.72 ટકાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 06-08-2022 | 11:01 am

SSCની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર: 1.40 લાખ વિદ્યાર્થીઓમાંથી 34,738 વિદ્યાર્થીઓ પાસ થયા, સમગ્ર રાજ્યનું પરિણામ 24.72 ટકાઅમદાવાદકૉપી લિંકશેર

ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં ધોરણ 10નું પરિણામ 24.72 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 158686 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 140509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 34738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 24.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 26.25 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 23.72 ટકા આવ્યું છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા 189 વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારોમાં 2286 પાસમાર્ચ એપ્રિલ 2022માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારો તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયા હતાં. તેવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી પાસ થનારા ઉમેદવારોની સંખ્યા 2286 છે.ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામ આવ્યું હતુંધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER