સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 04-07-2022 | 07:01 pm

સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર

આજે નવી દિલ્હી અશોક હોટલ ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રી પીયૂષ ગોયલે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ના પરિણામો જાહેર કર્યા હતા. સતત ત્રીજી વખત ગુજરાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનમાં "બેસ્ટ પરફોર્મિંગ"ની ટોચની શ્રેણીમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. આ કાર્યક્રમમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને સ્ટાર્ટઅપ ગુજરાત સેલના નોડલ ઓફિસરે મંત્રીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.7 વ્યાપક સુધારા ક્ષેત્રો પર આધારિત છે આ રિપોર્ટસ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે DPIIT દ્વારા હાથ ધરવામાં આવેલ 2021 રેન્કિંગ 7 વ્યાપક સુધારા ક્ષેત્રો પર આધારિત હતી. જેમાં સંસ્થાકીય સમર્થન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, માર્કેટ એક્સેસ, ઇન્ક્યુબેશન સપોર્ટ, ફંડિંગ સપોર્ટ, મેન્ટરશિપ સપોર્ટ અને એનેબલર્સની ક્ષમતા નિર્માણથી લઈને 26 એક્શન પોઈન્ટ્સનો સમાવેશ થાય છે. રેન્કિંગની સાથે, સરકારે તમામ સહભાગીઓ માટે રેન્કિંગનો રાષ્ટ્રીય અહેવાલ, તેમજ ચોક્કસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અહેવાલો પણ બહાર પાડ્યા, જેમાં માળખા અને પદ્ધતિ, મૂલ્યાંકન પ્રક્રિયા અને પરિણામો સહિતના અભ્યાસની સમગ્ર સંરચનાને પ્રકાશિત કરવામાં આવી હતી.ગુજરાતની એ પહેલ જેમનો કેન્દ્રએ "શ્રેષ્ઠ પ્રથાઓ"માં સમાવેશ કર્યોસ્ટાર્ટઅપ્સમાં 150+ સરકારી અધિકારીઓને સામેલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી સંવેદનશીલ પહેલ, તમામ રાજ્ય સમર્થિત ઇન્ક્યુબેટર્સમાંથી 100% તાલીમ, 300થી વધુ સંભવિત ખાનગી રોકાણકારોને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને ફંડિંગ સપોર્ટ પૂરો પાડવા માટે વર્ષ માટે 2 ફંડ-સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ અને GVFL સ્ટાર્ટઅપ ફંડ અને નાણાકીય સહાય દ્વારા સમર્થિત 160+ સ્ટાર્ટઅપ્સને *કેન્દ્ર સરકાર દ્વારા "શ્રેષ્ઠ પ્રથાઓ" તરીકે માન્યતા આપવામાં આવી છે.5 વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ ખૂબ જ ઝડપથી વધ્યાંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશેષ અવસરે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર આત્મનિર્ભર ભારતના માનનીય વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. સ્ટાર્ટઅપ્સમાં કોઈપણ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈ અને નવો આયામ આપવાની ક્ષમતા છે. આવનારા સમયમાં આ સ્ટાર્ટઅપ્સ ભારતને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અમારી સરકાર ગુજરાતના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. સતત ત્રીજી વખત અમને આ એવોર્ડ મળ્યો છે, ગુજરાતની સમગ્ર ટીમને અભિનંદન.ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 14,200+ (6.70%)સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબસાઈટ અનુસાર ગુજરાતમાં 14,200+ (6.70%) નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. ગુજરાતમાંથી 180+ ઇન્ક્યુબેટર/શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ નેટવર્ક હાલમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી રહ્યું છે. આ પહેલોને કારણે, ગુજરાતે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં 'પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017' પણ મેળવ્યો છે.DPIIT દ્વારા 2018માં રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કર્યુંનવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સમર્થન આપવા અને રાજ્યોમાં ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સ્તરે ક્ષમતા નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે, DPIIT એ 2018માં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં 16 જાન્યુઆરીએ "સ્ટાર્ટઅપ ઇન્ડિયા" પહેલ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ મજબૂત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા, ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રોજગારીની વિશાળ તકો પેદા કરવાનો છે.ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમઆજે, ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બની ગયું છે, જેમાં 72,000થી વધુ માન્ય સ્ટાર્ટ-અપ્સ અને 100થી વધુ યુનિકોર્ન છે. ભારતના અર્થતંત્રમાં સ્ટાર્ટઅપ્સના યોગદાનને માન્યતા આપતા માનનીય વડાપ્રધાને 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી છે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER