રખડતાં કુતરાઓનો ત્રાસ: અમદાવાદમાં કૂતરાઓના ખસીકરણ પાછળ 10 કરોડનો ખર્ચ, છતાં રોજના 150થી વધુ કરડતાં હોવાના બનાવઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 25-11-2022 | 07:01 pm

રખડતાં કુતરાઓનો ત્રાસ: અમદાવાદમાં કૂતરાઓના ખસીકરણ પાછળ 10 કરોડનો ખર્ચ, છતાં રોજના 150થી વધુ કરડતાં હોવાના બનાવઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. કુતરાઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુતરાઓના ખસીકરણ પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10.66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ કૂતરાઓના કરડવાની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે. કોર્પોરેશન તંત્રના વર્ષ 2019થી 2022 સુધીમાં 1.17 લાખ જેટલા કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે જોકે તેની સામે રોજના 150 થી વધુ લોકોને કુતરા કરડતાં હોવાનું સામે આવ્યું છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ચાર સંસ્થાઓને કુતરાના ખસીકરણ માટે નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે શું ખરેખર આ ચારે સંસ્થાઓ કૂતરાઓનું ખસીકરણ કરી રહી છે કે પછી માત્ર આંકડાઓ બતાવી અને કરોડો રૂપિયા કોર્પોરેશનના અધિકારીઓની સાથે મિલીભગતથી મેળવી રહી છે.શહેરમાં રોજના વધુ લોકોને કૂતરાઓ કરતા હોવાના બનાવો બનતા હોવાનું સામે આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના દાવા મુજબ એક કુતરાના ખસીકરણ પાછળ રૂપિયાને 30 ખર્ચવામાં આવે છે શહેરમાં અંદાજે 1.75 લાખ જેટલા કુતરાઓની વસ્તી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ 2019થી 2022 સુધીમાં 1.17 લાખ કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ ચાર સંસ્થાઓને રૂપિયા 10.66 કરોડ ચૂકવવામાં આવ્યા છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચ કૂતરાઓના ખસીકરણ પાછળ કરવામાં આવે છે. છતાં પણ દર વર્ષે કૂતરાઓના કરડવાની સંખ્યા ઘટવાની જગ્યાએ વધતી જ જાય છે. ખરેખર જો ખસીકરણ કરવામાં આવ્યું હોય તો શહેરમાં આજે રોજના 150થી વધુ લોકોને કુતરા કરડવા ના કેસો સામે ન આવતા હોય.મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસન દ્વારા દરેક વિભાગની કામગીરી યોગ્ય થાય તેના માટે કડક પગલાં લઈ રહ્યા છે ત્યારે આવા કુતરાના ખસીકરણ મામલે પણ કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ખરેખર છેલ્લા ત્રણ વર્ષની અંદર રૂપિયા 10 કરોડનો ખર્ચ કર્યો છે તો કૂતરાઓનું ખસીકરણ કરાયું છે કે કેમ તે બાબત સામે આવી શકે તેમ છે. આજે દરેક વિસ્તારમાં એક સોસાયટીમાં ચારથી પાંચ કુતરાઓની સંખ્યા જોવા મળે છે. આવા રખડતા કુતરાઓ ના કરડવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખસીકરણ માટે કામગીરી કરવામાં આવે છે કે પછી આમાં કોઈ કૌભાંડ ચાલે છે તેની કમિશનર દ્વારા તપાસ કરાવી જરૂરી છે.વર્ષ કેટલા કુતરાઓનું ખસીકરણ2012-13 254722013-14 263582014-15 305732015-16 393332016-17 332652017-18 313812018-19 14058

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER