હડતાળ સમેટાઈ: કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડતાં અંતે મ્યુનિ.એ 20 કરોડ ચૂકવવા પડ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

હડતાળ સમેટાઈ: કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડતાં અંતે મ્યુનિ.એ 20 કરોડ ચૂકવવા પડ્યાઅમદાવાદકૉપી લિંકશેર

છેલ્લા બે દિવસથી મ્યુનિ.ના કોન્ટ્રાક્ટરો દ્વારા કામકાજથી અળગા રહેવાની અપનાવેલા આંદોલન બાદ મંગળવારે મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટરોને તેમની ડિપોઝિટ અને ઝોન ખાતે લેવાની થતી રકમના રૂ. 20 કરોડ તત્કાલ ચૂકવી દેવાની ખાતરી આપતાં આખરે કોન્ટ્રાક્ટર એસોસિએશને હડતાળ પરત ખેંચી બપોર બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણી સમયે જ કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડતા શહેરમાં ગટર, રોડ સહિત પ્રાથમિક સુવિધાના કામો અટકી ગયા હતા.અમદાવાદ મ્યુનિ. કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ મધુસુદન પંડ્યાએ જણાવ્યું કે, મ્યુનિ. અધિકારીઓ સાથે તેમના એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિ.એ હાલ ડીપોઝિટ પેટેની બાકી લેણી રકમ તત્કાલ છૂટા કરવાની ખાતરી આપી હતી. સાથે ઝોન કક્ષાએ બાકી નીકળતાં લેણાં પણ તત્કાલ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. તે ઉપરાંત જીએસટી બાબતે કરેલા પરિપત્રમાં પણ કેટલીક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જેથી કોન્ટ્રાક્ટર એસોસિએશને તેમની હડતાળ પરત ખેંચી હતી. અને બપોર બાદ વિવિધ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોએ પ્રાથમિક જરૂરિયાતના કામો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

Google Follow Image