રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 06:10 am

રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર

અમદાવાદ જિલ્લામાં શાંતિપુરાથી વિરમગામ-માંડલ સુધી અને સનાથલથી બગોદરા સુધીમાં નેશનલ હાઇ-વેની બંને બાજુમાં નાના મોટા અનેક ઔધોગિક એકમો આવેલા છે. જેમાં લગભગ 50 હજાર જેટલાં મજુરો-કારીગરો કામ કરે છે. જેમનાં પગારમાંથી મેડિકલનાં દર મહિને તેમજ જે કંપનીમાં કામ કરે છે એમને પણ પોતાનાં કારીગરો માટે ESICમાં દર મહિને મેડિકલની ફી જમા કરાવે છે.તેઓનાં માટે મેડિકલ સારવાર માટે ચાંગોદર ખાતે ફક્ત બે ડોક્ટર હાજર હોય છે અને કોઈ પણ મજુર કે કારીગરને માત્ર દવા જો સ્ટોકમાં હોય તો આપે છે અને વધારે તકલીફ માટે બાપુનગર ESICહોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. જે કારીગરો માટે જવું મુશ્કેલ છે.જેથી બાવળાનાં સામાજીક કાર્યકર પ્રફુલભાઇ મહેતાએ ESIC ની અમદાવાદની મેઇન ઓફીસે લેખિતમાં રજુઆત કરી હતી કે ચાંગોદર ઔધોગિક વિસ્તારમાં હજારોની સંખ્યામાં મજુરો-કારીગરોને મેડિકલની વ્યવસ્થા માટે રાજુપુરા હીરપુરની ડીસ્પેન્સરી ચાંગોદર સીફ્ટ કરવા જણાવ્યું હતું.સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગાંધીનગરના લોકસભાનાં સાંસદ અમિતભાઈ શાહને પણ લેખિતમાં ચાંગોદર ઔધોગિક વિસ્તારની વિગતવાર રજુઆત કરતાં કર્મચારી રાજ્ય વીમા નિગમ નવી દિલ્હી ખાતે 188ની મિટિંગમાં આખા ભારતનાં કેટલાક રાજ્યોમાં 23 ESICની હોસ્પિટલ મંજૂર કરી હતી. તેમાં આપણી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તેમજ રાજય સરકારની ભલામણથી સાંણદ ખાતે 150બેડની હોસ્પિટલની મંજૂરી આપી હતી. જે આનંદની વાત છે.જેથી પ્રફુલભાઇએ અમદાવાદ કલેક્ટરને લેખિતમાં વિનંતી કરી છે કે ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા સર્કલ અથવા સનાથલ સર્કલની જગ્યા ફાળવવામાં આવે, કારણ કે ESICના મેમ્બરો શાંતિપુરાથી વિરમગામ તેમજ સનાથલથી બગોદરા અને એસ.જી. હાઇવેના સરખેજનાં કાર્ડ મેમ્બરો પણ હોસ્પિટલની સેવા સહેલાઈથી મેળવી શકે. આ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવા મળી રહેશે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER