રજૂઆત: HCમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે સ્વીકારવા PILઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

રજૂઆત: HCમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે સ્વીકારવા PILઅમદાવાદકૉપી લિંકશેર

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે સ્વીકારવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઇ છે કે, બંધારણની જોગવાઇ મુજબ દરેક રાજ્યની હાઈકોર્ટમાં તેની માતૃભાષામાં રજૂઆત કરવાનો અધિકાર મળેલો છે. રાજ્યપાલની મંજૂરી મળી ગયા પછી તેના અમલ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેશનની મંજૂરી લેવાની હોતી નથી.હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરવાની મંજૂરી મળવી જોઇએ. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે અરજદારને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બે ચુકાદાનો અભ્યાસ કરવા આપીને વધુ સુનાવણી 1 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.રોહિત પટેલ નામના અરજદારે કરેલી જાહેરહિતની અરજીમાં સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ દલીલ કરી હતી કે, દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો તેમને માતૃભાષામાં પોતાની અભિવ્યકિત કરવા દેવાની સ્વતંત્રતા મળવી જોઇએ. એડવોકેટ એકટ,1961 હેઠળ દરેક વકીલને હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવાનો અધિકાર મળેલો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER