બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાન જઇ 10 મહિનાના બાળકનો જીવ બચાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 08:01 pm

બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાન જઇ 10 મહિનાના બાળકનો જીવ બચાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતા સિવિલ હોસ્પિટલના તબીબોએ વિદેશમાં જઈને દસ મહિનાના બાળક પર જટિલ ઓપરેશન કર્યું છે અને ઓપરેશન બાદ બાળકનું સ્વાસ્થ્ય સારું થતાં કઝાકિસ્તાન સહિત ભારતના અગ્રણી તબીબીઓએ તેમનો આભાર માન્યો છે. અત્યંત ઝડપી આ સર્જરીમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ સહિત ડોક્ટરોની ઓપરેશન માટે મદદ માંગવામાં આવી હતી. જેથી અમદાવાદના ડોક્ટરો કઝાકિસ્તાન ગયા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.બ્લેડર એસ્ટ્રોફી સર્જરી માટે તબીબોની મદદ માંગીતાજેતરમાં જ 16 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી કઝાકિસ્તાનમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી માટે નિમંત્રણ પાઠવીને મદદ માંગવામાં આવી હતી. જેમાં બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજી, એસોસિએટ પ્રોફસર, ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલે આ નિમંત્રણ સ્વીકારીને પાંચ દિવસ માટે કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી.તબીબોએ સફળતાપૂર્ણ સર્જરી પાર પાડીપાંચ દિવસમાં આ તબીબોએ પાંચ જટીલ પ્રકારની સર્જરી સફળતાપૂર્ણ પાર પાડી. જેમાં ત્રણ બ્લેડર એસ્ટ્રોફી કરવામાં આવી હતી. ચાર મહિના, દસ મહિના અને પંદર મહિનાના બાળકમાં આ સર્જરી કરવામાં આવી હતી. યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટુડન્ટસને બ્લેડર એસ્ટ્રોફીની તાલીમ સિવિલના તબીબો દ્વારા આપવામાં આવી હતી. કઝાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની આ પ્રકારની જટીલ સર્જરીમાં નિપુણતા જોઇને પ્રશંસા વ્યક્ત કરી હતી.સતત 7થી 10 કલાક ચાલે છે સર્જરીસિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી આ સર્જરી અને બિમારીની જટીલતા વિશે જણાવે છે કે, બ્લેડર એસ્ટ્રોફી જન્મજાત પેશાબની કોથળીમાં બિમારી હોય છે. જેમાં પેશાબની કોથળી અને ઇન્દ્રી સંપૂર્ણ પણે ખુલ્લું રહે છે. જેનાથી પેશાબ લીકેજ થવાની ઘટના સતત ચાલુ રહે છે. બાળકોને જન્મજાત જોવા મળતી ખોળ-ખાંપણ સૌથી જટીલ પ્રકારની સર્જરી બ્લેડર એસ્ટ્રોફીને માનવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સતત 7થી 10 કલાક ચાલે છે.અત્યારસુધીમાં 206થી વધુ બ્લેડર એસ્ટ્રોફી સર્જરીઅમદાવાદ સિવિલ હોસ્પિટલનો બાળરોગ સર્જરી વિભાગ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિશ્વવિખ્યાત છે. સમગ્ર દેશમાંથી આ પ્રકારના બાળકો અને તદ્ઉપરાંત નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા અન્ય દેશોના બાળકો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની જટીલ સર્જરી માટે આવતા હોય છે. ભારત દેશના જ 13થી 14 જેટલા રાજ્યોમાંથી આ પ્રકારની સમસ્યાથી પીડાતા બાળકો પીડામુક્ત થવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. અત્યારસુધીમાં 206થી વધુ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.દસ દિવસ બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2009થી દર જાન્યુઆરી મહિનામાં વિદેશમાંથી તબીબો સાતથી દસ દિવસ બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. જેના પરિણામે મેડિકલ ટુરિઝમના વિકાસ સાથે, મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ તકનીકી, સંસોધન અને પ્રેકટિસનું પણ આદાન-પ્રદાન થાય છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER