AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 04-07-2022 | 09:01 pm

AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં લોકોના પાસેથી પૈસા લઈ અને ટેક્સની રકમ કોર્પોરેશનના ખાતામાં જમા કરાવ્યા વગર જ ભરાઈ ગઈ હોવાનું બતાવી દેવાનું કૌભાંડ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ બહાર લાવ્યા હતા. આ કૌભાંડ મામલે ત્રણ મહિના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.કોર્પોરેશનના મહિલાકર્મીના ID-પાસવર્ડથી કૌભાંડ આચરાયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓ જે રજા ઉપર હતા તેમના આઈડી-પાસવર્ડ દ્વારા રૂ. 2.39 કરોડના કુલ 293 ટ્રાન્જેક્શન કરી કૌભાંડ કરવામાં આવ્યું છે. ખોખરા સિવિક સેન્ટર ઉપરથી પણ કેટલાક ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું છે. ઈ-ગવર્નન્સ ખાતાના અધિકારી દ્વારા હાલમાં સાયબર ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી આપવામાં આવી છે.1 માર્ચથી 14 માર્ચ દરમિયાન થયા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનરેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને અન્ય ફી માટે વિવિધ સેન્ટરો ઉપર સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યા હતા. જેના દ્વારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ફીની ચુકવણી નાગરિકો દ્વારા કરવામાં આવતી હતી. કેટલાક લોકોના પૈસા જમા ન કરાવી અને બારોબાર ટેકસ ભરાઇ ગયો હોવાનું કૌભાંડ સામે આવતા ગવર્મેન્ટ ખાતા અને ટેક્સ વિભાગના અધિકારીઓને પોલીસ ફરિયાદ નોંધાવા તેમજ તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન 1 માર્ચ 2022થી 14 માર્ચ 2022 સુધીના સમયગાળામાં ગેરકાયદેસર રીતે કુલ 293 ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઓફિસ બંધ થયા બાદ આ ટ્રાન્ઝેક્શન થયા હતા.2.39 કરોડનું કૌભાંડ​​​​​​​મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉષાબેન પટેલ નામના કર્મચારીના ID પાસવર્ડથી 281 અને હીનાબેન ઠક્કરના કર્મચારીના ID પાસવર્ડ થી 12 એમ કુલ 293 ટ્રાન્ઝેક્શન થયા છે જેની કુલ રકમ રૂ. 2.39 કરોડ થાય છે. કેટલાક સિવિક સેન્ટરો ઉપરથી અથવા તો ઘરેથી પણ આ માત્ર બે મહિલા કર્મચારીઓના ID પાસવર્ડનો ઉપયોગ કરી અને ગેરકાયદેસર રીતે વ્યવહાર કરી પૈસા પડાવી લેવામાં આવ્યા છે. આ તમામ ટ્રાન્ઝેક્શન જે પણ ટેક્સધારકોના થયા હતા તેમની પાસે પહોંચ માંગવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈપણ પહોંચ રજુ કરી નથી જેથી ગેરકાયદેસર રીતે પૈસા ભરી અને ટેક્સ ઝીરો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER