આ છે ભાજપનો અભેદ્ય કિલ્લો: અમદાવાદમાં 2012થી અસ્તિત્વમાં આવેલી નારણપુરા બેઠક પર સૌથી ઓછા ઉમેદવારો ચૂંટણી લડે છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 02:01 pm

આ છે ભાજપનો અભેદ્ય કિલ્લો: અમદાવાદમાં 2012થી અસ્તિત્વમાં આવેલી નારણપુરા બેઠક પર સૌથી ઓછા ઉમેદવારો ચૂંટણી લડે છેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક ભાજપનો અભેદ્ય કિલ્લો છે. વર્ષ 2012માં જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે ત્યારથી કોંગ્રેસ આ વિસ્તારમાં પોતાનો પગ જમાવવામાં નિષ્ફળ રહી છે. દર વર્ષે સતત હારની લીડમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો કરતાં પણ અડધા ઉમેદવારો 2022ની ચૂંટણીમાં નારણપુરા વિધાનસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી કરી છે.આ બેઠક ભાજપનો મજબૂત ગઢ બની ગઈઅમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકોમાં 249 ઉમેદવારમાં નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અન્ય બે પાર્ટી મળી માત્ર પાંચ જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. નારણપુરા વિધાનસભાની બેઠક હવે આ મજબૂત ગઢ બની ગયો હોય ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી કરી પોતાની ડિપોઝિટ ગુમાવવા માંગતા નથી.વર્ષ 2012માં નવા સીમાંકન દરમિયાન સાબરમતી વિધાનસભામાંથી અલગ કરવામાં આવેલી નારણપુરા વિધાનસભા બેઠક ભાજપનો મજબૂત ગઢ બની ગઈ છે.અમિત શાહ પ્રથમવાર નારણપુરા બેઠક પરથી લડ્યા હતાવર્ષ 2012માં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌપ્રથમવાર નારણપુરા બેઠક પરથી લડ્યા હતા અને તેઓ જીત્યા હતા ત્યારબાદ વર્ષ 2017માં કૌશિક પટેલ આ બેઠક પર જીત્યા હતા. વર્ષ 2012માં ભાજપના અમિત શાહ સામે કોંગ્રેસમાંથી ડો. જીતુ પટેલ લડ્યા હતા. અમિત શાહનો 63335 મતોથી વિજય થયો હતો જ્યારે વર્ષ 2017માં ભાજપમાંથી કૌશિક પટેલ સામે કોંગ્રેસના નીતિન પટેલ લડ્યા હતા. જેમાં કૌશિક પટેલનો 66215 મતોથી વિજય થયો હતો. વર્ષ 2012માં 10 અને વર્ષ 2017માં 11 ઉમેદવારો હતા પરંતુ વર્ષ 2022 ની આ વિધાનસભા ની ચૂંટણીમાં માત્ર પાંચ જ ઉમેદવારો છે.પાટીદારો અને ઓબીસીનું વર્ચસ્વ વધુગાંધીનગર લોકસભામાં આવતી આ નારણપુરા વિધાનસભા બેઠક પર પાટીદારો અને ઓબીસીનું વર્ચસ્વ વધુ છે. ભાજપનો જળવાઈ રહ્યો છે અને આ વર્ષે પણ જે રીતે ચૂંટણીના માહોલ માં જણાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી વિજય પટેલ ને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્રણેય પક્ષોમાંથી પાટીદાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે આ વખતે માત્ર પાંચ જ ઉમેદવારો મેદાનમાં છે અને વર્ષોથી ભાજપના કાર્યકર રહેલા એવા જીતેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.શું છે બેઠકની અત્યાર સુધીની સ્થિતિ

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER