મહિલાને ટિકિટ: પહેલીવાર ભાજપે 3 મહિલાને ટિકિટ આપી, 1990થી અત્યાર સુધી 6ને, તમામ જીતીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 25-11-2022 | 08:10 am

મહિલાને ટિકિટ: પહેલીવાર ભાજપે 3 મહિલાને ટિકિટ આપી, 1990થી અત્યાર સુધી 6ને, તમામ જીતીઅમદાવાદકૉપી લિંકશેર

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમા એક ઠક્કરબાપાનગરથી કચન રાદડિયા, નરોડાથી ડો. પાયલ કુકરાણી અને અસારવાથી દર્શના વાઘેલાનો સમાવેશ થાય છે. આમાંથી કંચન રાદડિયા અને ડો.પાયલ કુકરાણીને બહોળો રાજકીય અનુભવ નથી. રસપ્રદ બાબત એ છે કે, 1990થી અત્યાર સુધી ભાજપે 6 મહિલાને જ્યારે કોંગ્રેસે 7 મહિલાને અલગ-અલગ બેઠક પરથી ટિકિટ આપી છે. જેમાં ભાજપ દરવખતે જીત્યું છે. જ્યારે કોંગ્રેસની દર વખતે હાર થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ, આપ, મીમ અને અપક્ષ મળી 28 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ આંકડો પણ પહેલીવાર ચૂંટણીમાં જોવા મળ્યો છે. શહેરની 16માંથી નરોડા બેઠક એવી છે જેમાં 1998થી ભાજપ મહિલા ડોક્ટરને જ ટિકિટ આપે છે. એકમાત્ર 2017માં ટિકિટ ફાળવણી ન હતી. કોંગ્રેસે 1990માં નરોડા બેઠક પર ડો. ગીતાબેન દક્ષિણીને ટિકિટ આપી હતી પણ તે હારી ગયાં હતાં.કોંગ્રેસે આ વખતે માત્ર 2 મહિલા ઉમેદવારને જ ટિકિટ આપીઆ વર્ષે શહેરની 16 બેઠકો પર ભાજપે સૌથી વધુ 3 મહિલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસે 2 મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે. જ્યારે આપે એકેય મહિલાને ટિકિટ આપી નથી. ભાજપે નરોડો બેઠક પર પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરમાં કંચન રાદડિયા, અસારવામાં દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ઘાટલોડિયા, નારણપુરામાં મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. 23 મહિલા અપક્ષ તરીકે ચૂંટણી લડે છે.2017માં ભાજપે એક પણ મહિલાને ટિકિટ આપી નહોતી2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શહેરની 16માંથી 12 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે શહેરની 16 બેઠક પર એક પણ મહિલાને ટિકિટ આપી નહોતી, જ્યારે કોંગ્રેસે મણિનગરમાં શ્વેતા ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. અન્ય પાર્ટી અને અપક્ષ તરીકે 20 મહિલાઓ ચૂંટણી લડી હતી પરંતુ એકેય જીતી ન હતી.અમદાવાદમાં માત્ર ભાજપની જ મહિલા ઉમેદવારો જીત મેળવી શકીઅમદાવાદની બેઠકો પર ભાજપને જ્યારે પણ મહિલા ઉમેદવારને ઉતારી છે ત્યારે તેનો વિજય થયો જ છે. 1998થી છેલ્લી 5 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 6 મહિલાને ટિકિટ આપી હતી તે દરેક બેઠક પર તેમનો વિજય થયો હતો. અમદાવાદની બેઠકો પર માત્ર ભાજપ પક્ષના ઉમેદવારો ધારાસભ્ય બની શક્યા છે. ભાજપે પણ છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદની 16 બેઠકો પર 3 મહિલાઓને ટિકિટ આપી છે..02 લાખ મહિલા મતદાર સામે સરેરાશ એક જ મહિલા ઉમેદવાર16 બેઠક પર 188 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 28 મહિલા અને 160 પુરુષ છે. અમદાવાદમાં 59.99 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાંથી મહિલા મતદારો 28.75 લાખ અને પુરુષ મતદારો 31.17 લાખ છે. એટલે કે 48 ટકા મહિલા મતદારો સામે માત્ર 28 મહિલાઓ મેદાનમાં છે. મહિલાના પ્રતિનિધિત્વની વાત કરીએ તો 1.02 લાખ મહિલાએ એક મહિલા ઉમેદવાર અને 19 હજાર પુરુષ મતદારો સામે એક પુરુષ ઉમેદવાર છે.5 ચૂંટણીના વિજેતા મહિલા ઉમેદવાર2017 માં એક પણ મહિલા ચૂંટણી જીતી શકી નહોતી2012 માં આનંદીબેન પટેલ - ઘાટલોડિયાનિર્મલાબેન વાઘવાણી- નરોડા2007માં ગીતાબેન પટેલ- સાબરમતીડૉ. માયાબેન કોડનાની- નરોડા2002 માં ડો. માયાબેન કોડનાની- નરોડા1998 માં ડો. માયાબેન કોડનાની- નરોડાનરોડા બેઠક પરથી ભાજપના ડો. માયાબેન કોડનાની 3 વખત જીત્યા હતા.

Google Follow Image