Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 05:01 am
આઝાદીના અમૃત મહોત્સવને મનાવવા માટે તિરંગા અભિયાનમાં શહેરના વિવિધ માર્કેટ, મહાજન અને એસોસિએશને તૈયારી શરૂ કરી છે. આ અભિયાનમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પણ જોડાઇ છે. શહેરના વિવિધ માર્કેટોમાં દિવાળીની જેમ રોશની કરવામાં આવશે. તેમ જ દરેક દુકાન, સંસ્થાઓ પર તિરંગા લગાવવામાં આવશે. આ અંગે વિવિધ માર્કેટમાં પહેલા ચરણમાં 2 હજાર રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કરાયું છે. ચેમ્બર દ્વારા દરેક વેપારી સંસ્થાઓને જાણ કરી અભિયાનમાં જોડાવા તેમ જ અલગ-અલગ વિસ્તારમાં દેશ ભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.તિરંગા જેવો ચેમ્બરનો લોગો તૈયાર કરાયોઆઝાદીના અમૃત મહોત્સવને પગલે ચેમ્બર દ્વારા શહેરમાં જરૂરિયાતમંદ 75 બાળકોને સાઇકલ અને સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ આપીશું. આ ઉપરાંત ગુજરાત ચેમ્બરના લોગોને તિરંગા કલરથી બનાવવામાં આવ્યો છે, જેને ચેમ્બરના સભ્યો પોતાની ડીપીમાં લગાવશે. - પથિક પટવારી, પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ