સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 07:01 pm

સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાંઓ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ યુવતીએ દીકરીને જન્મ આપતા જ સાસરિયાંઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને સારી રીતે રાખવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, પરિણીતાના પતિને ચઢામણી કરી માર મરાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ પરિણીતાને અજાણ્યા નંબર પરથી ફોન આવતા દિયરે શંકાઓ રાખી ઘરમાં બધાને વાત કરી ભાભીને અશ્લીલ શબ્દો બોલી વેશ્યા કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિએ દહેજ પેટે મકાનની પણ માગણી કરી હતી.દીકરીના જન્મ બાદ સાસરિયાંનો ત્રાસઅમરાઇવાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી છ મહિનાથી તેના પિયરમાં રહે છે. છ વર્ષ પહેલાં ખોખરા ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણીએ દીકરીને જન્મ આપતા પતિ, સાસુ-સસરા અને દિયર તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા. ઘરમાં આ તમામ લોકો તેની સાથે સારો વ્યવહાર કરતા ન હતા. બીજી તરફ દિયર, સાસુ-સસરા આ પરિણીતાના પતિને ચઢામણી કરી ઝઘડો કરાવી ત્રાસ આપતા હતા અને માર મારતા હતા. સાસરિયાંઓએ દહેજ પેટે મકાનની પણ માગણી કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ પરિણીતાને તેના ફોન પર કોઈ અજાણી વ્યક્તિનો મેસેજ આવતા તેણીના દિયરે મોબાઇલ ચેક કર્યો હતો.મોબાઈલ ફોન લઈને ઘરમાંથી કાઢી મૂકીદિયરને લાગ્યું હતું કે, તેની ભાભીને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ છે. જેથી યુવતીના દિયરે પતિ, સાસુ-સસરા સહિતના લોકોને આ મેસેજની અને ફોનની વાત કરી શંકાઓ રાખી હતી. બાદમાં મોબાઈલ ફોન લઈને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. થોડા સમય બાદ આ યુવતી સાસરે રહેવા ગઈ ત્યારે તેની સાસુએ વાળ પકડી નીચે પાડી દીધી હતી. યુવતીના પતિ, દિયર સહિતના લોકોએ તેણીને અપશબ્દ કહી ઘરમાં શોભે નહીં તેમ કહી અપમાનિત કરી હતી અને ફરી એક વખત ઘરમાંથી કાઢી મૂકી હતી.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER