સાસરિયાંઓનો ત્રાસ: આર્મીમેન પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, સાસુ-જેઠ સહિતના સાસરિયાં ત્રાસ ગુજારતાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 23-09-2022 | 07:01 pm

સાસરિયાંઓનો ત્રાસ: આર્મીમેન પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, સાસુ-જેઠ સહિતના સાસરિયાં ત્રાસ ગુજારતાંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાંઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ લગ્ન કર્યા બાદ તેને જાણ થઈ કે તેના પતિને મમતા નામની યુવતી સાથે આડાસંબંધ છે. જેથી તે બાબતે વાત કરતા સાસુ અને જેઠ અને પતિ સહિતના લોકોએ તેણીને ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, યુવતીનો પતિ આર્મીમાં નોકરી કરતો હોવાથી તેની બદલી જમ્મુ-કાશ્મીર ખાતે થઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ યુવતીને જાણ થઈ કે તેના પતિએ મમતા સાથે તેણીની જાણ બહાર લગ્ન કરી લીધા છે.2001માં લગ્ન થયા હતારામોલ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી છેલ્લા પાંચ મહિનાથી તેના માતા-પિતા સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2001માં ઓઢવ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જે તે સમયે આ યુવતીની ઉંમર નાની હોવાથી 18 વર્ષ પૂરા થતાં લગ્નની નોંધણી કરાવી હતી. બાદમાં તેના સાસરિયાંઓ તેણીને તેડી ગયા હતા. વર્ષ 2017માં યુવતીને જાણવા મળ્યું કે, તેના પતિને મમતા નામની છોકરી સાથે આડાસંબંધ છે.જેઠે યુવતીના ભાઈને બોલાવીને તેની સાથે કાઢી મૂકીયુવતીએ સાસુ-જેઠને આ બાબતે જાણ કરતાં તેઓએ યુવતીની કોઈ વાત સાંભળી નહોતી અને કહ્યું કે, તે છોકરો છે, ગમે તે કરે. તારે શું લેવાદેવા? તેમ કહી તેમણે યુવતીની વાત સાંભળી નહોતી. એટલું જ નહીં, સાસુ અને જેઠે કહ્યું કે, તને ન ગમતું હોય તો તું તારા માતા-પિતાના ઘરે જતી રહે. બાદમાં તે દિવસે રાત્રે યુવતીના જેઠે યુવતીના ભાઈને ફોન કરી લેવા બોલાવ્યો હતો અને બાદમાં યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દસેક દિવસ પછી યુવતીનો પતિ આવ્યો હતો, ત્યારે તેણે મમતાની સાથે આડાસંબંધ ન રાખવા જણાવી સમાધાન કરી યુવતીને તેડી ગયો હતો.જમ્મુ-કાશ્મીરથી પરત આવ્યો ત્યારે પતિ માર મારતોબાદમાં પણ યુવતીના પતિએ મમતા સાથે આડાસંબંધ ચાલુ રાખ્યા હતા. યુવતી બીમાર પડતા તેને ખોખરા ખાતેની એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળતાં ઓપરેશન કરાવ્યું હતું અને તે વખતે તેનું આઈ.વી.એફ પણ કરાવ્યું હતું. ત્યારબાદ યુવતીના પતિની નોકરી આર્મીમાં હોવાથી તેની બદલી જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. ત્યાંથી રજા ઉપર આવ્યા બાદ યુવતીનો પતિ તેને રોજ માર મારતો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. થોડા સમય પછી યુવતીએ તેના પતિના મોબાઈલ ફોનમાં ઇ-મેલ આઇડી ચેક કરતા મોબાઈલમાં મમતા સાથે લગ્ન કરી લીધા હોવાના ફોટા મળ્યા હતા.જાણ બહાર લગ્ન કર્યાનું કહેતાં જાનથી મારવાની ધમકી આપીયુવતીના પતિએ મમતા સાથે તેની જાણ બાદ લગ્ન કરી લીધા હોવાની વાત કરતા પતિએ ઉશ્કેરાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી અંતે કંટાળી યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER