સોમપુરા ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ: મૂર્તિકળાને બચાવવા 2 વર્ષમાં 120 યુવાનોને તાલીમ અપાશે, લુપ્ત થઈ રહેલી કળા બચાવવા અભિયાનઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 07-08-2022 | 05:01 am

સોમપુરા ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ: મૂર્તિકળાને બચાવવા 2 વર્ષમાં 120 યુવાનોને તાલીમ અપાશે, લુપ્ત થઈ રહેલી કળા બચાવવા અભિયાનઅમદાવાદકૉપી લિંકશેર

દેશમાં પ્રાચીનકાળથી મૂર્તિ, ભવન, મિનારો અને નકશી કામ સોમપુરા સમાજ દ્વારા કરાઈ રહ્યું છે, પરંતુ હવે સમાજના યુવાનો શિક્ષિત થવાની સાથે નોકરી-ધંધા તરફ વળી રહ્યા છે, જેના પગલે તેમની આ પ્રાચીન મૂર્તિકળા ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે. આ લુપ્ત થતી મૂર્તિકળાને બચાવવા સોમપુરા ફાઉન્ડેશન દ્વારા સમાજના યુવાનોને મૂર્તિકળાની તાલીમ આપવાની કામગીરી શરૂ કરાઈ છે.આ અભિયાનના ભાગરૂપે ફાઉન્ડેશન આગામી 2 વર્ષમાં 120 જેટલા યુવાનોને મૂર્તિકળાની ટ્રેનિંગ આપશે. સોમપુરા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મનોજ સોમપુરાએ જણાવ્યું કે, હાલમાં સોમપુરા સમાજના 200 જેટલા મૂર્તિકરો રાજ્યમાં વિવિધ જગ્યા પર કામ કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં કામ કરી રહ્યા છે.ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે નવા મૂર્તિકારોને ખજૂરાની પોળ, મોઢેરા સૂર્યમંદિર, દેલવાડાના દેરાં જેવી પ્રસિદ્ધ જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેમને આ કાર્યની તાલીમ આપવામાં આવે છે. આગામી સમયમાં પણ દેશ-વિદેશમાં અનેક મંદિરોનું નિર્માણ થવાનું છે, ત્યારે નવા મૂર્તિકારોની સાથે અનેક યુવાનોને રોજગારી પણ મળી રહેશે.યુવાનોને નવી ટેક્નોલોજીથી તાલીમ અપાશેરાજેશ સોમપુરાએ જણાવ્યું, આજે ઝડપથી બદલાતા વિશ્વમાં પ્રાચીન કળા-કારીગરી સાથે નવી ટેક્નોલોજીને સાંકળવી અત્યંત જરૂરી છે. સમાજની યુવાપેઢીને સોમપુરા સમુદાય દ્વારા વર્ષોથી કરાયેલી કામગીરીથી અવગત કરાવવા અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત યુવાનોને નિષ્ણાતોના માર્ગદર્શન, નવીન ટેક્નોલોજી, ઇનોવેશન તથા માહિતીસભર પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER