બેફામ બનેલાં તત્ત્વોને કાયદાનો ડર નથી: અમદાવાદમાં ‘રાજા’એ તલવારથી એક્ટિવા પર મૂકેલી 4 કેક કાપી, વીડિયો વાઇરલ થતાં પોલીસે ધરપકડ કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 04:01 pm

બેફામ બનેલાં તત્ત્વોને કાયદાનો ડર નથી: અમદાવાદમાં ‘રાજા’એ તલવારથી એક્ટિવા પર મૂકેલી 4 કેક કાપી, વીડિયો વાઇરલ થતાં પોલીસે ધરપકડ કરીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વખત હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર આવી ઘટનાઓ શરૂ થવા પામી છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ના પગલે કૃષ્ણનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે એક યુવક દ્વારા વાહન ઉપર ‘રાજા’ નામ લખેલી 4 કેક મૂકીને તલવારથી કાપી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.પોલીસે આખરે કેક કાપનાર યુવકની ધરપકડ કરી છે.તલવાર વડે વીડિયો કાપતા વ્યક્તિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કેક કાપનાર પ્રતીક સોલંકીને તેના ઘરેથી જ પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રતિક ડ્રાઈવિંગનો ધંધો કરે છે. પોલીસે તેની હથિયાર રાખવાના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે વાઇરલ વીડિયોની તપાસ શરૂ કરીકૃષ્ણનગર પોલીસ દ્વારા આ મામલે હાલમાં યુવકની શોધખોળ હાથ ધરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌહાણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં તલવાર વડે કેક કાપતો હોવાનો વાયરલ વીડિયો અમારા સુધી પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં મોડી રાત્રે યુવક દ્વારા બે વાહન પર 4 કેક મૂકીને તલવારથી કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.ખુલ્લેઆમ હથિયારો રાખતા અનેક સવાલો ઉભા થયાજાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી હાલમાં યુવક કોણ હતો તે હજી સુધી જાણવા મળ્યું નથી.જોકે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અવારનવાર આ રીતે જાહેરમાં તલવારથી કેક કાપતા હોવાના વીડિયો વાયરલ થતા હોય છે. પોલીસના ડર વગર જ આ રીતે ખુલ્લેઆમ કેટલાક તત્વો આ રીતે હથિયારો રાખતા અનેક સવાલો ઉભા થયા છે.અમરાઈવાડીમાં બાપ બેટાની ધરપકડ કરાઈ હતીતાજેતરમાં જ અમદાવાદના અમરાઈવાડીમાં કેટલાક ટપોરીઓએ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી બાપ-બેટાની ધરપકડ કરી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજેશ અને કિશન રાજપૂતે જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. કિશન રાજપૂતનો જન્મદિવસ હોવાથી તેની સાથે રાજેશ સહિતના ટપોરીઓ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં કેક કાપી રહ્યા હતા. તેમણે જાહેરમાં કેક કાપીને ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેતાં ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરવા જણાવતાં કિશન સહિતના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER