વાત બેધડક: તૂટેલા રોડ, ધૂળની ડમરીઓ, ચારે બાજુ ભૂવા, ખૂણે ખૂણે ભરાયેલાં પાણી... વેલકમ ટુ અમદાવાદઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 05:01 am

વાત બેધડક: તૂટેલા રોડ, ધૂળની ડમરીઓ, ચારે બાજુ ભૂવા, ખૂણે ખૂણે ભરાયેલાં પાણી... વેલકમ ટુ અમદાવાદઅમદાવાદકૉપી લિંકશેર

‘જી વન આખું હવામાં કિલ્લા બાંધ્યા ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો’, સ્માર્ટ સિટી અમદાવાદના શાસકોની કથની-કરણી આવી જ છે. છત ટપકતી હોય છતાં વરસાદ આવે એવી સૌ અમદાવાદીની મનસા હોય છે, પણ પ્રત્યેક ચોમાસુ શહેરને તૂટેલા રોડ, ખાડા, ભૂવામાં ધરબી દે છે, જાણે ભોંમાંથી ભાલા ફૂટ્યા હોય એમ લાગે છે. અમદાવાદ રાજ્યનું આર્થિક પાટનગર છે. ટેક્સ ચૂકવવામાં અમદાવાદીઓ દેશમાં છઠ્ઠા ક્રમે છે. કોર્પોરેશનનું 8 હજાર કરોડથી વધુનું બજેટ કેટલાંક રાજ્યોનાં બજેટથી વધારે હશે. કોર્પોરેશન રોડ પાછળ વર્ષે 500 કરોડ ખર્ચે છે, પણ લોકોને શું આપવું? તેની સાચી રાહ દેખાતી નથી.ચાણક્ય નીતિમાં કહ્યું છે, ‘વાંસનાં વૃક્ષ પર પાંદડાં ન આવે તો વસંત ઋતુનો શો વાંક?’ એ જ રીતે શહેરના વિકાસ માટે વર્ષે 1500 કરોડ ટેક્સ ચૂકવ્યા પછી પણ પાયાની સુવિધા નહિ મેળવી શકતા અમદાવાદીઓનો શો વાંક? કોર્પોરેશનની ચૂંટાયેલી અને વહીવટી પાંખને આ સ્થિતિ માટે દોષિત ઠેરવી શકાય. લોકો ખરેખર શું ઇચ્છે છે તે જોયા વગર શાસકો ‘ભવિષ્યમાં સ્વર્ગનું નિર્માણ થવાનું છે’નાં સપનાં બતાવવામાં રચ્યાપચ્યા રહે છે. ખાડા-ભૂવા જેવી દોઝખભરી સ્થિતિનો સાક્ષાત્કાર કરાવતા આ રોડ પરથી પસાર થવાની અમદાવાદીઓની મજબૂરી તમને લગીરે દેખાતી નથી. દેખાય પણ કેમ? મુખ્યમંત્રીથી માંડી મંત્રીઓ, જે અમદાવાદમાં રહે છે, અમદાવાદના કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્યોના ઘર તરફ જવાના રોડ સુંવાળા છે જ્યારે અમારે ઘરે જવાનું હોય તે રોડ તૂટેલા છે. એવું પણ નથી કે એ આજકાલના તૂટેલા છે. આ સ્થિતિ તો 2017થી છે.હાઈ કોર્ટમાં 2017થી કેસ ચાલી રહ્યો છે છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. લોકો હોબાળો કરે, ક્યાંક છાપાંમાં છપાય એટલે અધિકારીઓ ઊંઘમાંથી ઊઠતા હોય તેમ ઉપરછલ્લું પેચવર્ક કરી 5-10 હજાર ખાડા પૂરી દીધાના ઢોલ પીટી બતાવે. હકીકતમાં તેમના આ દાવા તેમની નિષ્ફળતા પર ઢાંકપીછોડો કરતાં થીંગડાંથી વિશેષ નથી. કોર્પોરેશનના સૌજન્યથી દર ચોમાસે તૂટેલા રોડ અને ખાડાને કારણે સર્જાતા અકસ્માતોમાં કંઈક લોકોના પાળિયા થઈ જાય છે છતાં શાસકો ‘જાડો નર દેખી ચઢાવો શૂળીએ’ની ગંડુરાજની નીતિ અપનાવી એકાદ-બે કોન્ટ્રાક્ટરને કસૂરવાર ઠેરવી બ્લેકલિસ્ટ કરશે અને પાછલા બારણે આ કાળી યાદીના કોન્ટ્રાક્ટરને જ સુંવાળા રોડ બનાવી આપવાની શરત મૂકી ફરી પાછા તેની તાસક પર ભેટ ધરી શિરપાવ આપશે.તૂટેલા રોડ, ધૂળની ડમરીઓ, ચારે બાજુ ભૂવા, ખૂણે ખૂણેે ભરાયેલાં પાણી... વેલકમ ટુ અમદાવાદ

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER